
અમેરિકામા વસતા બે વિદ્યાર્થીઓ ખુશી અને વિભોર તરફથી મહેમદાવાદ તાલુકા ની વાઘાવત અને પથાવત પ્રાથમિક શાળાની 120 દીકરીઓને સ્કૂલબેગ આપવામાં આવી*
પ્રેરણાદાયી ઘટના એવી છે કે અમેરિકા મા ધોરણ 11 મા અભ્યાસ કરતા ભાઈ બહેન ખુશી અને વિભોર દ્વારા રવિવારની રજા ના દિવસે મોલ આગળ સ્ટોલ કરી ખાવાની વસ્તુ બનાવી વેચવામા આવી જેમાંથી રૂપિયા 40000 ની 121 નંગ સ્કૂલબેગ લઈ કર્મા જંક્શન ના માધ્યમ થકી ખેડા જિલ્લા ના મહેમદાવાદ તાલુકામા આવેલ પથાવત પ્રાથમિક શાળા અને વાઘાવત પ્રાથમિક શાળા મા અભ્યાસ કરતી ધોરણ 6 થી 8 ની 121 દીકરીઓને સરસ મજાની સ્કુલબેગ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ આટલી નાની ઉંમર ના બંને વિદ્યાર્થીઓ દ્વારા સૌને પ્રેરણા પુરી પાડે એવી કામગીરી કરવામાં આવી હતી.
કન્યા કેળવણી ને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી કરવામાં આવેલ આ કામગીરી બદલ ખુશી અને વિભોરનો શાળા પરિવાર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કર્મા જંક્શન તરફથી હનીફભાઇ તેમજ મહેમદાવાદ BRC Co દીપકભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા તેમજં શાળા પરિવાર જોડાયો હતો.