સત્ય વિચાર દૈનિક

નડિયાદ ખાતે બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અંતર્ગત સિગ્નેચર મહા અભિયાન યોજાયું

નડિયાદ ખાતે બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અંતર્ગત સિગ્નેચર મહા અભિયાન યોજાયું
  • કેતન પટેલ , બ્યૂરો ચીફ – ખેડા

    લોકસભા સામાન્ય ચૂંટણી – 2024

    નડિયાદ ખાતે બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અંતર્ગત સિગ્નેચર મહા અભિયાન યોજાયું

    ધાર્મિક કાર્યક્રમમાં નાગરીક તરીકે મતદાનના ધર્મ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા

    યોગી ફાર્મ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 25000 લોકોએ મતદાન અંગની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા

                ભારતીય ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 જાહેર થતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહત્તમ મતદાનના લક્ષ્ય સાથે સ્વીપ એક્ટીવીટી યોજાઈ રહી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળો પર મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે નડિયાદ શહેરમાં યોજાયેલ બ્રહ્માકુમારીના ધાર્મિક કાર્યક્રમમાં પણ લોકોને નાગરીક તરીકે મતદાનના ધર્મ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

                નડિયાદમાં બીએપીએસ મંદીર, યોગી ફાર્મ ખારે બ્રહ્માકુમારીઝ દ્વારા એક વિશાળ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્વીપ (SVEEP – Systematic Voter’s Education and Electoral Participation) એક્ટિવિટી અંતર્ગત સિગ્નેચર મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત 25000 કરતાં પણ વધુ લોકોએ આ મહા અભિયાનમાં મતદાન કરવા અંગેના શપથ લીધા હતા. મહા અભિયાન અંતર્ગત નાગરીકોએ સિગ્નેચર કરી લોકશાહીનો આ પર્વ જુસ્સા અને ઉત્સાહથી ઉજવવાની નેમ લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!