કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે, સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનુ રૂપધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોક્ટરને ઝડપ્યો
ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા BNS ની કલમ ૫૪ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરાઇ
કોઠંબા પો.સ્ટે વિસ્તારમા ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટીસ કરતા એલોપેથી દવાઓના કુલ-રૂ-૨,૪૨,૩૬૨ ના મુદ્દામાલ સાથે બોગસ ડૉક્ટર તથા કમ્પાઉન્ડરને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી..
મહીસાગર જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટીસ કરી એલોપેથી દવાઓ આપી જનતાના સ્વાસ્થ સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો અંગે કાયદેસર કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પો.ઇન્સ. પી.આર.કરેણની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ કે.આર.ચાવડા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરેલ હતી…
એસ.ઓ.જી પો.ઇન્સ પી.આર.કરેણનાઓને ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે કોઠંબા પો.સ્ટેના લાલસર ગામે એક ઇસમ નામે રાકેશભાઈ જયંતિભાઇ શર્મા ઉ.વ.૩૭ મુળ રહે વિરપુર, લીંબચ સોસાયટી તા.વિરપુર હાલ રહે.લાલસર તા.લુણાવાડા જી.મહિસાગર તથા કંમ્પાઉન્ડર અમૃતભાઈ પ્રતાપભાઈ ખોટ રહે.કાસોડી તા.વિરપુર જી.મહિસાગર સદરી બન્ને કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે, સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનુ રૂપધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી આધારે એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ કે.આર.ચાવડા તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો તેમજ મેડીકલ ઓફીસર તથા ફાર્માસીસ્ટ ને સાથે રાખી સદર બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બોગસ તબીબ તથા કમ્પાઉન્ડર અને ગેરકાયદેસર રીતે રાખેલ એલોપેથીક દવાઓની કિ.રૂ. ૨,૪૨,૩૬૨/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓના વિરૂધ્ધ કોઠંબા પો.સ્ટેમા ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા BNS ની કલમ ૫૪ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
રિપોર્ટર વિજય જોષી મહીસાગર

