સત્ય વિચાર દૈનિક

નડિયાદ ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

નડિયાદ ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

રિપોર્ટ , કેતન પટેલ – ખેડા

   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને  સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે

૭૮માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી  થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને  સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી.

મુખ્યમંત્રી બુધવારે ૧૪ ઓગસ્ટ ૨૦૨૪, ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા.મુખ્ય મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના  નડિયાદ ખાતેના કાર્યક્રમોની શરૂઆત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  નડિયાદ પહોંચીને દેસાઈવગો સ્થિત સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી.જ્યાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ સરદાર પટેલ જન્મ સ્થળની સામે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલી આપી હતી. મુખ્ય મંત્રીએ સરદાર સાહેબના જન્મ સ્થળે સરદાર સાહેબના ફોટોને સુતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કર્યા હતા. 

આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વ  પંકજભાઈ દેસાઈ, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ  કિન્નરીબેન શાહ, કલેકટર  અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી  એસ.ડી.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક  રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેકટર  ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  લલિત પટેલ હાજર રહ્યા હતા.

સાંસદ  દેવુસિંહ ચૌહાણ ધારા સભ્ય  પંકજ ભાઇ અને પદાધિકારીઓ  તથા અધિકારીઓ આ વેળાએ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!