હરીશ જોશી – કપડવંજ
કપડવંજ તાલુકાના ફુલજી ના મુવાડા ગામે ચાંદીપુરમ નો શંકાસ્પદ કેસ જણાવી આવતા તેના લોહીનું સેમ્પલ લઇ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યો છે કપડવંજ તાલુકાના ફુલજીના મુવાડાના ઉંમર આશરે ૪ વર્ષ ના બાળકના ચાંદીપુરમ ના શંકાસ્પદ કેસને હિંમતનગર ખાતે GNERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આની જાણ થતા જિલ્લા આરોગ્ય અધિકારી ઘટના સ્થળે પહોંચી જરૂરી સુચનાઓ આપી હતી. જિલ્લાની ટીમે સનફ્લાય માખી નું કલેક્શન પણ કર્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંકુરભાઈ પટેલ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રમેશભાઈ અને આરોગ્યની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગામમાં સાવચેતીના પગલા રૂપે ફોગીગ, દવા છંટકાવ જેવી કામગીરી હાથ ધરી હતી અને જનજાગૃતિના ભાગરૂપે ગામની પ્રાથમિક શાળામાં બાળકોને શું સાવચેતી રાખવી તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દાસલવાડામાં ચાંદીપુરમ નો શંકાસ્પદ કેસ આવ્યો હતો પણ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.