સત્ય વિચાર દૈનિક

યાદવ સમાજ કપડવંજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું મુખ્યાજી ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરાયું

યાદવ સમાજ કપડવંજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું મુખ્યાજી ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરાયું

હરીશ જોશી, કપડવંજ

ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે કપડવંજ યાદવ સમાજનું નૂતન વર્ષ સ્નેહમિલન પણ યોજાયું

  કપડવંજ યાદવ સમાજ  દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 અને નૂતન વર્ષ  સ્નેહ મિલન કાર્યક્રમનું મુખ્યાજી ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમો ભાગ લીધો હતો.જેમાં ભારે રસાકસી બાદ અમદાવાદ અને કપડવંજ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી.  ફાઇનલમાં અનિલભાઈની કેપ્ટન્સી હેઠળ અમદાવાદની ટીમે વિજય મેળવ્યો જ્યારે કપડવંજ  યાદવ સમાજના કપ્તાન અજય યાદવ ( એ.વી ગ્રાફિક્સ કપડવંજ)ની ટીમ  રનર્સઅપ રહી હતી..આમ સૌ ખેલાડીઓએ રમત પ્રત્યેની ઈમાનદારી પૂર્વક રમત રમીને સૌને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. યાદવ સમાજ કપડવંજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025માં યાદવ સેવા સમાજ ટ્રસ્ટના
સંસ્થાપક મનોજ આહિર, રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ આહિર રાષ્ટ્રીય, અતિથિ વિશેષમાં
શૈલેષભાઈ યાદવ (લાલાભાઇ) ગાયત્રી લસ્સી, પદમસિંહ ( પપ્પુભાઈ) યાદવ
એ.વી ગ્રાફિક્સ , ભરતભાઈ તથા કપિલભાઈ યાદવ
(યાદવ જૈનિલ ગેરેજ ) રાકેશભાઈ યાદવ
(મહાકાળી હોટલ ),હોદ્દેદારો આરક્ષણ સદસ્યઓ, સ્થાનિક અગ્રણી આગેવાનો,  સહિત મોટી સંખ્યામાં સમાજના વડીલો , યુવા ભાઈઓ બહેનો હાજર રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અજય યાદવ,અવિનાશ યાદવ, કપિલ યાદવ,  અવધેશ યાદવ ,વિજય યાદવ અને રાજુ યાદવ સહિત યુવાઓએ પણ આયોજનના સફળતામાં સહકાર આપ્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!