અહેવાલ તસવીર
જગદિશ પ્રજાપતિ
અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છાપરીયા સેમલેટી ગામમાં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીની મહુડાના ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સેમલેટી ગામના રાવળ રમેશભાઈ લક્ષ્મણભાઈ (ઉંમર 16) ટ્યુશન માટે મેઘરજ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. જો કે ત્યારબાદ રસ્તામાં મહુડાના ઝાડ પર તેમની લાશ લટકતી હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં ભય અને અચંબો ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ મેઘરજ પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
હાલ વિદ્યાર્થીનું ઝાડ પર લટકતી હાલતમાં મોત થવાનું ચોક્કસ કારણ અકબંધ છે. ઘટનાને લઈને મૃતકના પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે. પરિવારજનોની માંગ છે કે ડોગ સ્ક્વોડની મદદથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવામાં આવે.
આ સમગ્ર મામલે મેઘરજ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.


