કપડવંજ કેળવણી મંડળ સ્પોર્ટ્સ સંકુલ ખાતે મુખિયાજી ક્રિકેટ એકેડમી દ્વારા આયોજિત વોર્ડ વાઈસ નાઇટ ક્રિકેટ ની ફાઇનલ ગત રોજ રમાઇ ગઇ. તેમાં ફાઇનલ વોર્ડ 6 vs વોર્ડ 2 વચ્ચે રમાઈ તેમાં છેલ્લા બોલ પર વોર્ડ 6 નોં વિજય થયો હતો.ટૂર્નામેન્ટ મા કુલ 25 ટીમ મેં ભાગ લીધો હતો. ફાઇનલ કપડવંજ કેળવણી મંડળ ના સેક્રેટરી ગોપાલભાઈ શાહ ,ટુર્નામેન્ટ ના સ્પોન્સર સુવર્ણ કૃપા મયુરભાઈ તેમજ મ્યુનિસિપલ સદસ્ય ચિન્ટુભાઇ પટેલ હાજર રહી ખેલાડીઓનોં ઉત્સાહ વધાર્યો હતો અને ઈનામો આપ્યાં હતાં.