આદિવાસીઓ ઘોડિયા સમાજનો માનીતો મુખ્ય દેવ બરામદેવ.
હોળી પર્વે ખાસ પૂજાતા આદિવાસીઓના આરાધ્ય દેવોની આદિવાસીઓ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક પૂજા કરે છે.
હોળી ટાણે ખેતીમાં સારો પાક ઉતરે ત્યારે બરામદેવને અચૂક તેના સાથે નવું ધાન્ય ચઢાવવાનો રિવાજ છે.
ખાતર તરીકે ઓળખાતા મૃતકોના લાકડાના બાવલીની હોળી પર્વ ખાસ પૂજા થાય છે.
હોળી એ આદિવાસીઓનો માનીતો અને મુખ્ય તહેવાર મનાય છે, ત્યારે હોળી પર્વ એ આદિવાસીઓ આનંદ ઉલ્લાસભેર નાચગાન કરીને હોળી ધૂળેટી પર્વ ઉજવે છે. જેમાં હોળી પર્વ એ પોતાના આરાધ્ય દેવની ખાસ પૂજા કરે છે, અને પોતાની બાધા આખડી પૂરી કરે છે. અને પોતાના પૂર્વજોને યાદ કરીને તેમની પણ પૂજા કરે છે.
આવો જ એક આદિવાસી ઘોડીયા સમાજનો માનીતો મુખ્ય દેવ બરામદેવ છે. ઘરની આસપાસ ખેતર ને છેડે ઝાડના થડ નીચે ઘુમડામાં બરામદેવ વિરાજે છે. બરામદેવ નું સ્થાન કુટુંબ પરિવાર અથવા ગામનું હોય છે. આદિવાસીઓ કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં બરામદેવની અવશ્ય પૂજા કરે છે. વ્યક્તિગત કે સામુહિક રીતે કુદરતી રીતે આપત્તિ આવી પડે ત્યારે બરામદેવની બધા રાખવામાં આવે છે, અને ખેતરમાં સારો પાક ઉતરે ત્યારે બરામદેવને અચૂક તેનું સ્થાને નવું ધાન્ય ચઢાવવાનો રિવાજ છે.
જ્યારે હોળી પર્વ એ ખતરા તરીકે ઓળખાતા મૃતકોના લાકડાના બાવલાની પર્વે ખાસ પૂજા કરી પછી હોળીની ઉજવણી આદિવાસીઓ કરે છે. ખતરો એટલે માણસનું મૃત્યુ થયા પછી લાકડાનું બાવલું (ખાંભી ) બનાવીને ઘરના વાડામાં અથવા પસંદ કરેલી જગ્યાએ મૂકવામાં આવે છે. માણસના મૃત્યુ પછી મરનારને આખરી વિધિ પરજણ પતે પછી મુકવામાં આવે છે. આદિવાસીઓમાં પોતાની પેઢીની ઓળખ ખતરાની ઓળખ પરથી થાય છે. પૂર્વજોના લાકડાના બાવલાની પૂજા વાર તહેવારે હોળી તેમજ દિવાસાના દિવસે ખાસ પૂજા થાય છે.