સત્ય વિચાર દૈનિક

આગળની ચોરીનો ભેદ હજુ વણઉકેલ્યો છે ત્યારે કપડવંજની શિલ્યા સોસા.માં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા

આગળની ચોરીનો ભેદ હજુ વણઉકેલ્યો છે ત્યારે કપડવંજની શિલ્યા સોસા.માં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા

અહેવાલ તસવીર:  હરીશ જોશી , કપડવંજ

કપડવંજમાં આવેલા રત્નાકર માતા રોડ પરની શિલ્યા સોસાયટીમાં વારંવાર તસ્કરો ત્રાટકવાની ઘટના બની રહી છે. ત્યારે ગુરુવારની રાત્રે ફરી તરસ્કરો ત્રાટકતા લોકો સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે!!!.સોસાયટીના રહીશોમાં પોલીસ તંત્ર દ્વારા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી રહીછે.
કપડવંજમાં આવેલા રત્નાકર માતા રોડ પરની શિલ્પા સોસાયટી આવેલી છે. ત્યારે ગુરૂવારની રાત્રિના બે બંધ બંગલાના તાળા તોડી ચોરીઓ થતાં સોસાયટી ના રહીશો ભય વ્યાપી ગયો છે. આબંને બંગલાનં-૮ પ્રકાશભાઈ મણીભાઈ પારેખને ત્યાં બીજી વખત બંગલા નં -૯માં હીતેન્દ્રભાઈ રામભાઈ પટેલને ત્યાં ત્રીજી વખત બંધ મકાનોમાં ચોરીઓ થઈ સદનસીબે ચોરીને કોઈ મોટી રકમની ચોરી થઈ નહોતી. આ મામલે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉ થયેલી ચોરીનો ભેદ વણ ઉકેલ્યો રહ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું. જેથી સોસાયટીના રહિશો દ્વારા રત્નાગર માતા રોડ પર  રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે માંગ ઉઠવા પામી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!