સમગ્ર ગુજરાતમાં ૧૯૫૧માં સૌ પ્રથમ સ્થપાયેલી ટેકનીકલ શાળા કપડવંજમાં આવેલી છે તે હાલ બંધ થઈ ગઈ છે અને કરોડોની મિલકત સાથે અને મશીનરી તથા તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યું છે ત્યારે સરકારે અને કપડવંજના નેતૃત્વએ આને ચાલુ કરવા માટે વિચારવું પડશે.
વડાપ્રધાને ઘણી વખત જણાવ્યું છે કે જે વ્યક્તિ દેશનો વારસો જાળવી શકતો નથી તે ભવિષ્ય ગુમાવે છે. ત્યારે કપડવંજની બંધ પડેલી આ ટેકનિકલ શાળાને પુનઃ ધમધમતી કરવી જોઈએ. આ બંધ પડેલી શાળાને જો ગર્લ્સ પોલીટેકનીક બનાવવામાં આવે તો ખેડા જિલ્લામાં એક પણ આ પ્રકારની પોલિટેકનિક નથી તેથી હજારો વિદ્યાર્થીનીઓને જિલ્લામાં આનો લાભ મળે.
અહીં વર્ષ 2017 થી ટેકનિકલ હાઈસ્કૂલ અને આશરે વર્ષ 2020 થી આઈ.ટી.આઈ અને ટીઈબીના અભ્યાસક્રમો બંધ થઈ ગયા છે.
કરોડો રૂપિયાની મિલકત ધરાવતી આ સંસ્થા ચાલુ કરવા માટે પીતાંબરદાસ નંદલાલ તથા કે. એસ. દાણી ના પરિવારજનો તરફથી પુષ્કળ દાન મળેલ છે. શહેરના આ ઉદ્યોગપતિઓએ કપડવંજ તાલુકા તથા તેની આસપાસના વિસ્તારને સારું ટેકનિકલ શિક્ષણ મળે અને આ સૌ વિદ્યાર્થીઓ પગભર બની પોતાનો વ્યવસાય કરી શકે તેવા હેતુથી મળેલ દાન અત્યારે એળે જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ સંસ્થામાં મકાનનો સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે ,બાજુમાં ખુલ્લી જમીન છે, શાળા કેમ્પસની અંદર પ્રિન્સિપલ માટેનું ક્વાર્ટર્સ છે, આ ઉપરાંત ચાર અન્ય ક્વોટર્સ તૈયાર પડ્યા છે, ટેકનિકલ ને લગતી તમામ મશીનરી ઉપલબ્ધ છે , કેમ્પસમાં રોડ રસ્તા સાથેની તમામ સુવિધા સહિતના ખુલ્લા મેદાનો પણ છે ત્યારે સરકાર સાથે કપડવંજના નેતૃત્વ એ પણ આ દિશામાં વિચારવું જોઈએ જો અહીં ગર્લ્સ પોલિટેકનિક શરૂ થાય તો ઇલેક્ટ્રિકલ ,મિકેનિકલ ,સિવિલ, કમ્પ્યુટર ,આઈટી જેવા વિષયોથી સજ્જ કપડવંજ તાલુકાની અને તેની આસપાસના ગામોની બહેનો પોતાના પગભર થાય અને આજે તો સરકારશ્રી પણ મહિલાઓના ઉત્કર્ષ માટે વચન બદ્ધ છે ત્યારે આ કાર્યને વેગ મળે તે માટે કપડવંજના નેતૃત્વ એ વિચારવું જોઈએ.
જો સરકારશ્રી કોઈ કારણોસર આ કામ કરી શકતી ન હોય તો લોક ભાગીદારીથી એમઓયુ કરીને કોઈ સારી સંસ્થાને સહભાગી બનાવી આ કાર્યને આગળ વધારવું જોઈએ.