
સત્ય વિચાર સાહિત્ય પરિવાર
ડોક્ટર હાર્દિક અમીન
(1). મનુષ્યના શરીરના તમામ અંગો પૈકી આંખની કીકી એક એવું અંગ છે કે જે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી વિકાસ અને વૃદ્ધિ પામી શકતું નથી કારણ કે તેમાં રુધિરનો પ્રવાહ વહેતો નથી, તેથી જ તે જન્મથી મૃત્યુ સુધી એક જ સાઈઝ ની રહે છે. તેમજ મનુષ્યના શરીરના તમામ અંગો મનુષ્ય પુખ્ત વયનો થાય ત્યાં સુધી વધતા રહે છે, પરંતુ બે અંગો એવા છે કે જે મનુષ્ય મૃત્યુ પામે ત્યાં સુધી ધીરે ધીરે વધતા રહે છે એમાં એક છે નાક અને બીજું છે કાન.
(2) મનુષ્યના શરીરમાં સૌથી મોટો કોષ એ સ્ત્રીના શરીરમાં જોવા મળતો અંડકોષ છે,અને સૌથી નાનો કોષ એ પુરુષના શરીરમાં જોવા મળતો શુક્રકોષ છે. એક પુખ્ત વયના વ્યક્તિના શરીરમાં 37.2 ટ્રિલિયન કોષો હોય છે, જે બ્રહ્માંડમાં હાજર બધા જ તારા કરતાં ઘણા વધુ છે. સામાન્ય રીતે પાંચ વર્ષમાં મનુષ્યના શરીરના તમામ કોષો બદલાઈને નવા કોષો આવે છે
. (3). સામાન્ય રીતે મનુષ્યનું શરીર જ્યારે આરામમાં હોય એટલે કે મનુષ્ય જ્યારે સૂઈ જાય ત્યારે મનુષ્યના શરીરમાં પેરાલીસીસ જેવી અસર ઉભી થાય છે, જેના કારણે મનુષ્યને વધુ સારો આરામ મળી શકે છે જેમ કે સુતી વખતે આપણા હાથમાં રહેલી કેટલીક વસ્તુ હાથમાંથી છટકી જાય છે તે પણ પેરાલીસીસ પ્રકારની જ એક અસર છે.
(૪) માનવ શરીરના નખ દર મહિને 3.47 મિલીમીટર જેટલા વધે છે, તેમાં પણ હાથની વચલી આંગળીના નખ સૌથી વધારે ઝડપથી વધે છે, જ્યારે પગના નખ એ હાથના નખની સરખામણીમાં ચોથા ભાગની ઝડપથી વધે છે. મનુષ્ય પુરી જિંદગી દરમિયાન આશરે ત્રણથી ચાર કિલો જેટલા નખ કાપી નાખે છે.આ નખ વાસ્તવમાં એક પ્રકારનું પ્રોટીન કે જેને કેરેટિન કહેવામાં આવે છે તેના બનેલા હોય છે આ પ્રોટીન મનુષ્યના વાળને પણ રક્ષણ આપે છે.
(૫). મનુષ્યના શરીરમાં આશરે 5.30 થી 6.00 લીટર જેટલું લોહી ભ્રમણ કરતું હોય છે. મનુષ્યના હૃદયના સામાન્ય ધબકારા પ્રતિ મિનિટે ૭૨ થી લઈને ૮૦ સુધીના હોય છે. મનુષ્યના શરીરમાં લોહીના પ્રવાહની ઝડપ આશરે પાંચ થી છ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે.રક્તવાહિનીઓમાં આ લોહી સતત ભ્રમણ કરતું રહે છે. મનુષ્યના શરીરની રક્તવાહિનીઓની કુલ લંબાઈ 1 લાખ કિલોમીટર કરતાં પણ વધુ થાય છે જે પૃથ્વીના ઘેરાવ એટલે કે 40,000 કિલોમીટર કરતા અઢી ઘણી વધારે છે.
(૬). મનુષ્યનું હૃદય એક વિશિષ્ટ પ્રકારનો પંપ છે,જે દિવસમાં એક લાખ વખત ધબકે છે અને આખી જિંદગીમાં 250 કરોડ વાર ધબકે છે.
(૭). મનુષ્યની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ તેની જીભની સ્વાદ ગ્રંથિઓ નાશ પામતી જાય છે,અને મનુષ્ય જ્યારે ૬૦ વર્ષનો થાય ત્યાં સુધીમાં તેની સ્વાદ ગ્રંથિઓની ક્ષમતા 50% જેટલી ઓછી થઈ ગઈ હોય છે તેથી જ વધુ ઉંમરે જે તે વાનગી અથવા તો ખોરાક નો સ્વાદ ઘટી જતો હોય છે.
(૮). સામાન્ય રીતે મનુષ્યને જ્યારે છીંક આવે ત્યારે તેના નાક અને મોઢામાંથી 160 કિલોમીટર પર કલાકની ઝડપે પવન બહાર ફેંકાય છે આ બગાસાને રોકવું ભારે પડી શકે છે,કારણ કે જો બગાસાને રોકવામાં આવે તો ગળામાં કાણું પડી શકે છે,તેમજ ફેફસા અને મગજમાં પણ નુકસાન થઈ શકે છે.
(૯). મનુષ્યનું મગજ સામાન્ય રીતે દિવસે ચાલે તેના કરતાં તે સૂઈ જાય ત્યારે રાત્રે વધુ સક્રિય હોય છે, તેથી જ મનુષ્યને તેની રાત્રીની ઊંઘ દરમિયાન અનેક સપના આવતા હોય છે. સામાન્ય રીતે વિજ્ઞાન એવું કહે છે કે જો મનુષ્ય ઠંડા વાતાવરણમાં સૂઈ જાય તો તેને વધુ ખરાબ સપના આવી શકે છે.
(૧૦). મનુષ્યના શરીરમાં વાળનો જથ્થો સતત વધતો રહે છે, સાથે સાથે પુખ્ત વયના વ્યક્તિના શરીરમાંથી રોજે રોજ આશરે 80 થી 100 વાર ખરી પડે છે. સામાન્ય રીતે મહિલાના વાળ પુરુષના વાળ કરતાં 50 ગણા વધારે પાતળા હોય છે. સામાન્ય રીતે હવાઈ જહાજમાં વાળની વૃદ્ધિમાં ઝડપથી તેજી થાય છે, તેથી કાયમી હવાઈ જહાજમાં મુસાફરી કરનારા વ્યક્તિઓને વારંવાર વાળ કપાવવા પડતા હોય છે.
(૧૧). મનુષ્યના શરીરમાં આશરે 39 ટ્રીલીયન બેક્ટેરિયા હોય છે. જેમાંના મોટા ભાગના બેક્ટેરિયા ફાયદાકારક હોય છે. મનુષ્યનું શરીર આ બેક્ટેરિયા માટે એક ગ્રહ સમાન હોય છે,એટલા અતિ સૂક્ષ્મ બેક્ટેરિયા હોય છે શરીરમાંના કુલ બેક્ટેરિયાનું કુલ વજન 2 કિલોગ્રામ ની આસપાસ થતું હોય છે.