અલ્પેશ ભાટિયા
મોડાસા
સંરક્ષિત પશુ પક્ષીઓની દિવસે દિવસે તસ્કરી વધતી જાય છે.
વાઇલ્ડ લાઇફ સંરક્ષણ માટે વનવિભાગને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાવચેત રહેવા સુચના આપ્યા બાદ વનવિભાગ પણ અસરકારક કામગીરી કરવા કટિબદ્ધ થયું છે.
માલપુર વનવિભાગના આર એફ ઓ જે કે ડામોર અને તેમની ટીમને બાતમી મળી હતી કે,સાતરડા ગામે તાંત્રિક વિધિ માટે વન્ય પક્ષી ઘુવડને લઈને કેટલાક શખ્સો માલપુરથી પસાર થવાના છે.
જે બાતમી આધારે માલપુર આરએફઓ જે કે ડામોર તેમની ટીમ સાથે વાૅચમાં હતા.
તે એક બાતમીવાળી ઈકો કાર નં. જીજે ૨૭ ઈએફ ૫૫૩૯.આવી પહોંચતાં તેમાં તપાસ કરતાં વન્ય પક્ષી ઘુવડ નંગ. 1.દોરીથી મુશ્કેટાટ હાલતમાં બાંધેલું મળી આવતાં આરોપીઓ ( ૧) ચિરાગ પ્રહલાદભાઈ સોલંકી રહે. ઓઢવ અમદાવાદ. ( ૨) લાલજીભાઈ બાબુભાઈ ભંગી રહે. સાતરડા તા માલપુર. ( ૩ ) સતીષ જશવંત વાઘેલા. રહે. અમદાવાદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે


