સત્ય વિચાર દૈનિક

બાયડના ચોઇલામાં એક આશાસ્પદ ૧૭ વર્ષીય યુવાનનું કરૂણ મોત

અહેવાલ – જગદીશ પ્રજાપતિ અરવલ્લી

બાયડના ચોઇલા ગામના ધોરણ 11માં અભ્યાસ કરતાં વિધાર્થીનું ચાઇનીઝ દોરીથી કરૂણ મોત

યુવાન મોપેડ લઈને જતો ત્યારે દોરી ગળામાં ભરાઈ જતાં સ્થળ પર દુઃખદ નિધન થતાં ગામમાં શોકનો માહોલ સર્જાયો

પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ પરિવારનો લાડકો પુત્ર છીનવ્યો

સરકારના ચાઇનિઝ દોરીના વેચાણ સામે કડક ઝુંબેશ હોવા છતાં લાલચુ વેપારીઓને કારણે પરિવારનો દીપક બુઝાયો

ચાઇનીઝ દોરીના શોખીન પતંગ રસિયાના કારણે યુવકનું નિધન થતાં પરિવાર પર આભ ફાટ્યું

બાયડના ચોઇલામાં એક આશાસ્પદ યુવાનનું કરૂણ મોત થતાં ગામમાં શોકનો માહોલ

લાલચુ વેપારીઓ અને પતંગબાજોના મોજ-શોખે ચોઇલાના આશાસ્પદ યુવાનનો ભોગ લીધો

બાયડ, અરવલ્લી 
ઉત્તરાયણના પર્વને હજી ગણતરીના કલાકો બાકી છે ત્યાં જ બાયડના ચોઇલા ગામમાં માતમ છવાયો છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ વધુ એક ઘરનો દીવો બુઝાવ્યો છે. ધોરણ 11માં અભ્યાસ કરતો નિર્દોષ વિદ્યાર્થી તીર્થ પ્રકાશભાઈ પટેલ જ્યારે બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે કાળમુખી ચાઇનીઝ દોરી ગળામાં ફસાતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. તીર્થ ચોઇલા ગામની હાઈસ્કુલના ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. અતિ દુઃખદ સમાચાર જાણીને મિત્રો,શિક્ષક પરિવાર, હાઈસ્કૂલના વિધાર્થીઓમાં પણ ભારે દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

તંત્રના પ્રતિબંધને ઘોળીને પી જતાં વેપારીઓ

સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાના દાવાઓ થાય છે, પરંતુ આ ઘટના સાબિત કરે છે કે અમુક લાલચુ વેપારીઓ માટે માનવ જિંદગી કરતા ‘નફો’ મોટો છે. છૂપી રીતે વેચાતી આ દોરી આજે એક માતા-પિતાના લાડકવાયાના મોતનું કારણ બની છે.
શું પતંગ કાપવાની મજા કોઈના જીવથી વધુ કિંમતી છે?
આ માત્ર અકસ્માત નથી, પણ એક ‘સામૂહિક બેદરકારી’ છે. પતંગ રસિયાઓ જે ગર્વથી ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે છે, તેમણે વિચારવાની જરૂર છે કે તમારા ગૂંચળામાં ફસાયેલું લોહી કોઈના ઘરના એકમાત્ર આધારનું હોઈ શકે છે.
ગામમાં રોષ અને શોકનો માહોલ
ચોઇલા ગામના આશાસ્પદ વિદ્યાર્થીના નિધનથી સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આ દોરી વેચનાર અને પતંગ ઉડાવનાર સામે માનવ વધનો ગુનો નોંધાવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પરિવારનો દીપક ન બુઝાય.વહીવટીતંત્રની પણ કયાંક બેદરકારી છતી થઈ હોય તેવું કહી શકાય.


ગામમાં રોષ અને શોકનો માહોલ
ચોઇલા ગામના આશાસ્પદ વિદ્યાર્થીના નિધનથી સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આ દોરી વેચનાર અને પતંગ ઉડાવનાર સામે માનવ વધનો ગુનો નોંધાવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પરિવારનો દીપક ન બુઝાય.વહીવટીતંત્રની પણ કયાંક બેદરકારી છતી થઈ હોય તેવું કહી શકાય.

*કડક ચેતવણી*
જો તમે હજુ પણ ચાઇનીઝ દોરી વાપરી રહ્યા છો, તો યાદ રાખજો કે તમે પતંગ નથી કાપી રહ્યા, પણ કોઈનો શ્વાસ કાપી રહ્યા છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!