કપડવંજના નિરમાલી રોડ પર વડવાળા પાટિયા પાસે ત્રિપલ અકસ્માત
એક વાહન ચાલકનું નિધન – અન્યોને ઇજા
મળતી માહિતી અનુસાર કપડવંજ નિરમાલી રોડ પર રાત્રિના સમયે ત્રિપલ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું. ત્રિપલ અકસ્માત થતાં આજુબાજુના રહીશો એકત્ર થઈને ઇજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગમખ્વાર અકસ્માત થતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. મૃતકને પોસ્ટમોર્ટમ માટે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં કપડવંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હરીશ જોશી – કપડવંજ