અહેવાલ તસવીર – જગદિશ પ્રજાપતિ ,અરવલ્લી
પકડાયેલા બંને યુવકો મોડાસાના રહીશઃએક આરોપી પાસેથી પ્રેસ કાર્ડ મળી આવતાં પોલીસની એ દિશામાં પણ તપાસ
અરવલ્લી જીલ્લાના મોડાસાના રહીશ બે યુવકો અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં પોલીસની ડ્રાઇવ દરમિયાન રૂપિયા 48 લાખ ઉપરાંતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયાના અહેવાલો પ્રાપ્ત થતાં અરવલ્લી જીલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.
આજકાલ શોખના રવાડે ચડેલા યુવકો કોઈપણ પ્રકારનું અનૈતિક કાર્ય કરતાં અચકાતા નથી..
અરવલ્લી જીલ્લાના મોડાસાના રહીશ બે યુવકોની આવી જ એક ઘટના સામે આવી છે..
એસઓજી અમદાવાદ પોલીસની વિશેષ ટીમે બાતમી આધારે નિકોલ વિસ્તારમાં ડ્રાઇવ ગોઠવતાં બાતમી મુજબના બે યુવકો ભક્તિ સર્કલ, નિકોલ પોલીસ સ્ટેશન નજીક એચપી પેટ્રોલ પંપની પાસે આવેલા આવકાર હોમ્સ બિલ્ડિંગની નજીક ઝડપાઈ ગયા હતા.
ઝડપાઈ ગયેલા બંને યુવકો પાસેથી MD ડ્રગ્સ એટલે મેફેડ્રોન ડ્રગ્સ રૂપિયા 48 લાખ ઉપરાંતનું વજન 481.41 ગ્રામ ઝડપાતાં અને તપાસમાં આ બંને યુવકો મોડાસા અરવલ્લીના હોવાનું ખુલવા પામ્યું હતું.
MD ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા આ બંને યુવકો
( ૧) પિયુષ સોમાભાઈ પટેલ ઉં વ. 39 રહે. તિરુપતિ ગોકુલધામ સોસાયટી, બાયપાસ રોડ.
(૨) સચિનસિહ પ્રફુલસિહ પુવાર રહે. અમરદીપ સોસાયટી, જુની આરટીઓ ઓફિસ મોડાસા. હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે
એમડી ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા મોડાસાના બે યુવકો પૈકી સચિન સિંહ પુવાર પાસેથી પ્રેસનું ઓળખ પત્ર પણ મળી આવ્યું છે પોલીસે આ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદ પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટની કલમ 8 (સી), 22 ( સી), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

