સત્ય વિચાર દૈનિક

યુવા નેતા યુવરાજસિંહ જાડેજાના ઘરે પ્રસંગમાં દિગ્ગજ નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા

યુવા નેતા યુવરાજસિંહ જાડેજાના ઘરે પ્રસંગમાં દિગ્ગજ નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા

ગુજરાતના યુવા નેતા અને શિક્ષણ, રોજગારી અને વિવિધ મુદ્દે પ્રજા, યુવાનો માટે લડતાં યુવરાજસિંહ જાડેજાના
મકાનના નવચંડી યજ્ઞ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી શુભાશિષ આપ્યા હતા.આ પ્રસંગે રાજકીય નેતા જયરાજસિંહ પરમાર, શિક્ષણ એજ કલ્યાણ સંકુલના મહિપતસિંહ ચૌહાણ, જમાવટ ચેનલના  દેવાંશી જોશી ,સમાજ સેવક પોપટભાઈ આહિર,કઠલાલના પ્રશાંતભાઈ ઠાકર, દિલીપભાઈ પટેલ ઉર્ફે મામા, અવનીબા પરમાર , શ્રી રાજપુત કરણી સેનાના અગ્રણી જે.પી જાડેજા, વિજયસિંહ રાજપૂત , યુવા દિલીપસિંહ વાઘેલા, અલ્પેશભાઈ પુરોહિત સહિત દહેગામ તેમજ ગુજરાતના અગ્રણી રાજકીય અને સામાજિક આગેવાનો, મીડિયાના મિત્રો સહિત સંતોએ પણ હાજરી આપી હતી. પરિવારના સ્નેહીજનો, મિત્રો અને પ્રસંશકો હાજર રહયા હતા..
આ ધાર્મિક પ્રસંગે પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂદેવો સમજ સાથે વિધિ કરી હતી.તેમજ રામરોટી સેવાના મહંત, અન્ય અગ્રણી મહંતો, સામાજિક સંસ્થાઓના વડાઓ પણ હાજર રહ્યા હતા.આ શુભ ધાર્મિક પ્રસંગે તુલસી છોડ અને શિવપુરાણ આપીને યુવરાજસિંહ જાડેજા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!