તારીખ 22મી માર્ચ 2024 ને શુક્રવારે વાસદ કુમાર શાળામાં વિશ્વ જળ દિવસ નિમિત્તે શાળાના ધોરણ 3 થી 5 ના ભૂલકાઓએ જળ દિનને ઉજાગર કરતાં એકાંકી, સૂત્રો તથા સામુહિક નાટકો કર્યા હતાં. આ ઉપરાંત વકતૃત્વમાં તમામ બાળકોએ પાણીની ઉપયોગીતાને ભાર આપતી બાબતો ઉલ્લેખી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય , વિદ્યાર્થીઓને તૈયાર કરનાર બેન મારિયા પરમાર તથા અન્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ થી વિદ્યાર્થીઓને એ શીખ મળી હતી કે જળ એ જ જીવન છે.
મકસુદ કારીગર,કઠલાલ