કપડવંજના તાલપોડામાં મધ્યાહન ભોજનમાં ગરબડ: ખેડા કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટથી દોડધામ, સંચાલક કમ કૂક સસ્પેન્ડ!

કપડવંજના તાલપોડામાં મધ્યાહન ભોજનમાં ગરબડ: ખેડા કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટથી દોડધામ, સંચાલક કમ કૂક સસ્પેન્ડ!

જયદીપ દરજી, કપડવંજ


ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તાલપોડા ગામે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ગંભીર લાપરવાહી સામે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે લાલ આંખ કરી છે. કલેક્ટરની આકસ્મિક મુલાકાત દરમિયાન ગ્રામજનોએ રાવ કરી હતી કે સંચાલક કમ કૂક રાઠોડ નેતલબેન અમિતકુમાર દ્વારા સરકારી મેનુ મુજબ ભોજન પિરસાતું નથી તેમજ ખોરાકની ગુણવત્તા પણ અત્યંત હલકી છે. આચાર્યની વારંવારની સૂચના છતાં સંચાલક દ્વારા મનસ્વી વલણ ચાલુ રખાયું હતું.
માસુમ બાળકોના આરોગ્ય સાથે થતા ચેડાંને કલેક્ટરે અત્યંત ગંભીરતાથી લઈ સ્થળ પર જ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. તેમણે સંચાલક કમ કૂક નેતલબેનને તાત્કાલિક અસરથી ફરજમાંથી એકતરફી મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. બાળકો ભોજનથી વંચિત ન રહે તે માટે લાલમાંડવા પ્રાથમિક શાળાના સંચાલકને વધારાની જવાબદારી સોંપાઈ છે. કપડવંજ મામલતદાર દ્વારા સત્તાવાર હુકમ બહાર પડાતાં જ યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે ગ્રામજનોએ કલેક્ટરની આ ત્વરિત કામગીરીને બિરદાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!