સત્ય વિચાર દૈનિક

કપડવંજમાં આવેલા કિન્નરોના અખાડા ખાતે 19 અને 20 ફેબ્રુઆરીએ ભવ્ય કાર્યક્રમો યોજાશે

કપડવંજમાં આવેલા કિન્નરોના અખાડા ખાતે 19 અને 20 ફેબ્રુઆરીએ ભવ્ય કાર્યક્રમો યોજાશે

અહેવાલ તસવીર
હરીશ જોશી , કપડવંજ

20 ફેબ્રુઆરીના રોજ શહેરમાં 15 બગીઓ, બેન્ડવાજા અને ડી.જે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે..

કપડવંજ માં યોજાનાર શોભાયાત્રામાં 500થી વધુ કિન્નરો, સાધુ-સંતો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે..


કપડવંજમાં સનાતન ધર્મ કિન્નર સંપ્રદાય દાદા ગંગારામ કિન્નર સમાજનું સંમેલન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 6 થી 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા કિન્નર મહાસંમેલનમાં તારીખ 19 ફેબ્રુઆરી ના રોજ યજ્ઞ, મહા આરતી, ધાન્યા દિવસ અને આનંદના ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સવારે 8 કલાકે શ્રી મોટા હનુમાનજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા શહેરના ગાંધી બાવલા, મીના બજાર, કુબેરજી ચોકડી, ટાઉન હોલ, રત્નાકર માતા રોડ પર આવેલા કિન્નરોના અખાડા ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે. આ શોભાયાત્રામાં 15 થી 20 બગીઓ સાથે બેન્ડવાજા, ડી.જે સાઉન્ડ સહિત વિવિધ વાહનોના કાફલા સાથે ગુજરાત રાજ્યની સાથે દેશભરમાંથી વિશાળ સંખ્યામાં કિન્નરો ઉપસ્થિત રહેશે આ ઉપરાંત સાધુ,સંતો અને રાજકીય હસ્તીઓ પણ હાજરી પુરાવશે.આ દિવસે યજ્ઞ પ્રારંભ અને પ્રાણ પ્રતિષ્ઠાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કિન્નરોના મઠમાં રોજ રાતે ગરબા અને ભજન કીર્તનના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેનો કિન્નર સમાજ સહિત સામાન્ય નાગરિકો પણ હાજરી પુરાવી લાભ લઈ રહ્યા છે. હાલ માસીબા ના આ મઠ પાસે આ અવસર પ્રસંગે દરરોજ ભક્તિ ભાવપૂર્વકનો માહોલ ઉભો થયો છે. કપડવંજમાં હાલ યોજાઇ રહેલા કિન્નરોના મા સંમેલન ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે ખાનગી કંપનીના બાઉન્સરો સહિત પોલીસ જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!