૫૩ વર્ષ પહેલાં અવસાન પામેલા ખેડૂત ૨૦૨૫માં રજીસ્ટ્રાર કચેરીએ ‘જીવતા’ થયાની આશંકા સાથે કિસ્સો પ્રકાશમાં આવ્યો !
૧.૫૦ કરોડની કિંમતી જમીન હડપવા માટે ખેલાયો હોવાની આશંકા
ભેજાબાજ ભૂમાફિયાઓએ મૃતકને બદલે અન્ય ઇસમને ઊભો કરી ખેલ પાડ્યો હોવાની ચર્ચા
બાયડ
અરવલ્લી જિલ્લાના મહેસૂલી તંત્રમાં ભૂકંપ લાવી દે તેવું એક કથિત ‘મૃત્યુંજય’ કૌભાંડ પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ છે. બાયડ તાલુકાના એક ગામમાં જમીન માફિયાઓએ કાયદાના લીરેલીરા ઉડાડી, વર્ષ ૧૯૭૨માં મૃત્યુ પામેલા એક ખેડૂતને ૨૦૨૫માં ‘જીવતો’ દર્શાવી કરોડોની જમીનનો સોદો પાડી દીધો હોવાની પ્રબળ શંકા કુશંકાઓ સેવાઈ રહી છે.
બનાવટી આધારકાર્ડ અને પાવર ઓફ એટર્નીનો ખેલ હોવાની ચર્ચાઓ
સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, બજારમાં અંદાજે ૧.૫૦ કરોડની કિંમત ધરાવતી ૯ વીઘા જેટલી કિંમતી જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ માસ્ટર પ્લાન ઘડ્યો હતો. જેમાં વર્ષ ૧૯૭૨માં અવસાન પામેલા મૂળ માલિકના નામે કથિત રીતે બનાવટી આધારકાર્ડ તૈયાર કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ બનાવટી દસ્તાવેજોના આધારે રજીસ્ટ્રાર કચેરીમાં પાવર ઓફ એટર્ની (POA) રજીસ્ટર કરાવી લેવામાં આવી હોવાની વિગતો ચર્ચાના ચકડોળે ચઢી છે.
બાયોમેટ્રિક્સ અને લાઈવ ફોટો સિસ્ટમ સામે શંકાના સવાલો
સરકારી નિયમ મુજબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ વખતે વ્યક્તિનો લાઈવ ફોટો અને અંગૂઠાના નિશાન લેવા ફરજિયાત છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો મૂળ માલિક દાયકાઓ પહેલાં મૃત્યુ પામ્યા હોય, તો ૨૦૨૫માં કચેરીમાં કોના અંગૂઠાના નિશાન લેવાયા? શું કોઈ હમશકલ ઊભો કરવામાં આવ્યો હતો? આ સમગ્ર પ્રક્રિયામાં જવાબદાર તંત્રની મિલીભગત છે કે કેમ તે તપાસનો વિષય છે.
દલાલો વચ્ચે ‘મલાઈ’ની વહેંચણીમાં ડખો થતા ભાંડો ફૂટ્યો કે બીજું જ કંઈ !!
લોકમુખે થતી ચર્ચાઓ મુજબ, આ સોદામાં મળેલા લાખો રૂપિયાના કમિશનની વહેંચણીમાં દલાલો અને વચેટીયાઓ વચ્ચે આંતરિક જૂથવાદ સર્જાયો હતો. આ ખેંચતાણને કારણે જ આ ગુપ્ત ખેલ ‘છાપરે ચઢીને પોકાર્યો’ હોય તેમ સમગ્ર પંથકમાં તેની વિગતો વહેતી થઈ છે.
વારસદારો અને વર્ષોથી વાવણી કરતા ખેડૂતો પણ અજાણ હોવાનું અંગત સૂત્રો દ્વારા માહિતી
જમીનના મૂળ વારસદારો પિતૃક જમીનથી અજાણ હોવાનો લાભ લઈને આ ખેલ પાડવામાં આવ્યો હોવાનું જણાય છે. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ જે રીતે વિગતો બહાર આવી રહી છે તે જોતા જો ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો મોટું રેકેટ બહાર આવી શકે છે.
- કપડવંજમાં ડોક્ટર સોની, બાવીશી વાળા દવાખાનાની તપાસ દરમ્યાન 66,400 નો મુદા માલ જપ્ત કરાયો
- સાઠંબા તાલુકાના આમોદરામાં હુમલાનો ભોગ બનેલા દિવ્યાંગ યુવાનનું સારવાર દરમિયાન મોત, વાલ્મિકી સમાજમાં રોષ
- Gen Z ના આક્રોશ સામે કેન્દ્ર સરકાર ઝૂકી: શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
- અંકલેશ્વરમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 3 આરોપીઓની અટકાયત
- ગ્રોમોર ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં નોંધાવી શાનદાર જીત
- પગાર હજારોમાં, મિલકત કરોડોમાં! ઓડિશામાં ભ્રષ્ટાચારી સરકારી એન્જિનિયરના ૯ ઠેકાણે વિજિલન્સના દરોડા
- કપડવંજનું મોટીજેર ગામ ‘રામમય’ બન્યું: ૧૯૭૫થી ચાલી આવતી પરંપરા મુજબ નીકળી ભવ્ય શોભાયાત્રા
- કપડવંજમાં વરાસી નદીના કિનારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનની ગજરાજો સાથે સંતો મહંતોની શોભાયાત્રા નીકળી
- કપડવંજના સુપ્રસિદ્ધ વહાણવટી ધામ ખાતે નવરાત્રીના સાતમ , આઠમ અને નોમના દિને મેળો ભરાશે
- વિસર્જન : જાગૃત થઈએ ચાલો કોઈક જીવન બચાવીએ..
લેખક – કેતન મંજુલાબેન પટેલ - યાદવ સમાજ કપડવંજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું મુખ્યાજી ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરાયું
- કે કે એમ સ્પોર્ટ સંકુલ ખાતે મુખ્યાજી ક્રિકેટ એકેડેમી દ્વારા વોર્ડ વાઈઝ ક્રિકેટની ફાઈનલ રમાઈ
- ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે મતદાર ફોટો ઓળખપત્ર સિવાય 12 દસ્તાવેજો માન્ય કરાયા
- એલ એચ બોઘરા (શિશુવિહાર) શાળા અડાજણ સુરતમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
- રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમ દ્વારા ગુજરાત ચેસના ઈતિહાસમાં ઉત્કૃષ્ટ દેખાવ
- બાલાસિનોરમાં કેમિકલ માફિયા-તંત્રની મિલીભગત સામે ફાટ્યો જનઆક્રોશ: લાલ દૂષિત પાણી લઈ યુવરાજસિંહ જાડેજા GPCB કચેરીએ ત્રાટક્યા!
- બાલાસિનોર ડમ્પિંગ સાઇટ મુદ્દે વિધાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા મેદાને પડ્યા : કેમિકલયુક્ત કચરાથી કૂવાના પાણી ‘લાલ’ થતું હોવાના રહીશોનો ગંભીર આક્ષેપ
- કપડવંજ નગરપાલિકામાં ભાજપના શાસનનું નવું સુકાન: સેજલબેન પટેલ પ્રમુખ અને સ્નેહાબેન ઓઝા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા
- મહુધા તાલુકામાં ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી – આવતીકાલે મતદાન
- સાવરકુંડલા શહેરના દેવળા ગેઈટ વિસ્તારમાં ધારાસભ્ય મહેશ કસવાલાની જનસભામાં , વિકાસ માટે જનસમર્થન ઊમટ્યું
