સત્ય વિચાર દૈનિક

કપડવંજના મનો દિવ્યાંગ મનન પટેલે બેડમિન્ટનમાં રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો

કપડવંજના મનો દિવ્યાંગ મનન પટેલે બેડમિન્ટનમાં રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો

હરીશ જોશી  કપડવંજ

જર્મની ખાતે યોજાનાર વિન્ટર સ્પેશ્યલ ઓલમ્પિક્સ માટેની રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા આતુર

સ્પેશ્યલ ઓલમ્પિક્સ બેડમિન્ટનના ટીમ ગુજરાતના અને કપડવંજના આશાસ્પદ સભ્ય મનન પટેલે આસામના સરૂસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,ગુવહાટી ખાતે રમાયેલ એક પડકારજનક મેચમાં મેન્સ સિંગલ્સની બેડમિન્ટન ચેમ્પીયનશીપ જીતી હતી અને ગુવહાટી ખાતે સ્પેશિયલ ઓલમ્પિક ભારત આસામ ચેપટર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા આયોજીત નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.અગાઉ પણ મનન ઘણી બધી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

સમગ્ર ગુજરાતના મનોદિવ્યાંગ ખેલાડીઓની ટીમ સ્પેશ્યલ ઓલમ્પિક્સ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં ગુવહાટી ખાતે યોજાઈ હતી. જેમાં કપડવંજના મનન પટેલે તેની પ્રતિભા અને બેડમિન્ટન રમવાના જુસ્સા માટે માર્ગદર્શક અને હાલ ગુવહાટી ખેતા નેશનલ સ્પેશ્યલ ઓલમ્પિક્સમાં ભાગ લેનાર ટીમના કોચ ડૉ. જગજીતસિંહ ચૌહાણ દ્વારા તેને ઓળખવામાં આવી હતી.ઘણી લાંબી સફર બાદ મનન વર્ષો પછી તબક્કાવાર પરિવર્તનોમાંથી પસાર થયો છે. ડૉ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમની સખત તાલીમ,કૌશલ્ય પ્રેક્ટીસથી અલગ-અલગ દિવ્યાંગ જૂથમાં મનને રાજ્ય કક્ષાના ખેલાડી તરીકે આગેકદમ કર્યા હતા.
મનનના માતા-પિતાએ તેને ટોચ ઉપર બેઠેલો જોવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું.અને મનને તેના માતા-પિતા સહિત તમામની અપેક્ષાઓ પુરી કરી ગુવહાટી ખાતે ગોલ્ડ મેડલ જીતીને કપડવંજ સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.જન્મથી મનો દિવ્યાંગ હોવા છતાં પણ તેને સાબિત કર્યું કે કશું જ અશક્ય નથી.અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિ અનુસાર મન મક્કમ હોય તો કોઈપણ સિધ્ધિ હાંસલ કરી શકાય છે.આમ મનને દ્રઢતાપૂર્વક સિધ્ધિના સોપાન કર્યા છે.મનને કપડવંજ સહિત સમગ્ર ગુજરાત અને દેશને ગૌરવ આપાવ્યું છે.હવે તે આ વર્ષે જર્મની ખાતે યોજાનારી વિન્ટર સ્પેશ્યલ ઓલમ્પિક્સ માટેની રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા આતુર છે.મનનને કોચ જગજીતસિંહ સહિત કપડવંજ કેળવણી મંડળના હોદ્દેદારો અને તેના માતા-પિતાએ તેની આ સિધ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ચેમ્પિયનશિપમાં મેન્સ ડબલ્સ ઇવેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ગુજરાત રાજ્ય માટે આ સ્પર્ધાનો બીજો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.જેમાં કપડવંજના મનન પટેલ અને સાબરકાંઠા જિલ્લાના ધૈર્ય પટેલે આ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સિંગલ્સ અને ડબલ્સ બંને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લઈ નિપુણતા સિદ્ધ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!