સત્ય વિચાર દૈનિક

કપડવંજ નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન

અહેવાલ તસવીર
હરીશ જોશી, કપડવંજ

કપડવંજ નગરપાલિકા બોર્ડની મુદત પૂર્ણ થવાને આરે છે અને  ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવા સંજોગોમાં બોર્ડની સભા આજરોજ નગરપાલિકા ના પ્રમુખ વર્ષાબેન કે. પંચાલના અધ્યક્ષ પદે તેમની ચેમ્બરમાં બોલાવવામાં આવી હતી કે જેમાં ૨૮ સદસ્યો માંથી ૨૩ સદસ્યો હાજર રહ્યા હતા અને ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો. એજન્ડા ઉપરના કુલ્લે ૧૩ કામ ઉપરાંત પ્રમુખની મંજૂરીથી અન્ય ૨  કામો સહિત કુલ્લે ૧૫ કામો બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ચર્ચા વિચારણાના અંતે તે મંજુર કરવામાં આવ્યા હતા. અલબત્ત, સરકારી ગ્રાન્ટના વ્યાજમાંથી કરવાના કામો સામે કેટલાક સદસ્યોએ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ રકમ શહેરના નાગરિકોની સુખાકારી માટે વાપરવામાં આવે તે જરૂરી છે જ્યારે અમુક કામો કરવા માટે પ્રમુખને સત્તા આપવામાં આવી હતી.તેમાં કેટલાક સદસ્યોએ સલાહ સૂચનો કર્યા હતા તે વખતે ઉગ્ર બોલા ચાલી થઈ હતી પરંતુ છેવટે ઘીના ઠામમાં ઘી પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને  કામો લેખિત સૂચનો બાદ મંજૂર કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!