સત્ય વિચાર દૈનિક

ઉમરેઠની પેટાચૂંટણી પહેલા આણંદ LCBનો મોટો ધડાકો

ઉમરેઠની પેટાચૂંટણી પહેલા આણંદ LCBનો મોટો ધડાકો

વાસદ ટોલ નાકા પાસેથી ₹1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત

મરૂન રંગના ટેન્કરના ‘ગુપ્ત ખાના’ માંથી ₹1.02 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો,હરિયાણાના નરેન્દ્રકુમાર જંગાની ધરપકડ

ઉમરેઠ વિધાનસભાની આગામી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આણંદ પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે, જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. વાસદ ટોલ પ્લાઝા પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને પોલીસે ₹1.02 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડી દારૂ માફિયાઓના નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે LCB ની ટીમે વડોદરા તરફથી આવતા એક શંકાસ્પદ મરૂન રંગના ટેન્કર (નંબર NL-04-D-6698) ને રોક્યું હતું. ટેન્કરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ટેન્કરની અંદરના ભાગે અત્યંત ચપળતાથી ગુપ્ત ખાના બનાવવામાં આવ્યા હતા. આ ખાનાઓ તપાસતા તેમાંથી ₹1.02 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ કેસમાં પોલીસે ટેન્કર ચાલક નરેન્દ્રકુમાર ઈન્દ્રસીંગ જંગા (રહે. હરિયાણા) ની સ્થળ પરથી ધરપકડ કરી છે. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ ₹1.17 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચૂંટણી ટાણે આટલો મોટો જથ્થો ક્યાં જવાનો હતો અને આ નેટવર્ક પાછળ બીજા કયા ‘મોટા માથાઓ’ સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!