સત્ય વિચાર દૈનિક

સાવરકુંડલા શહેરના દેવળા ગેઈટ  વિસ્તારમાં ધારાસભ્ય મહેશ કસવાલાની જનસભામાં , વિકાસ માટે જનસમર્થન ઊમટ્યું

સાવરકુંડલા શહેરના દેવળા ગેઈટ  વિસ્તારમાં ધારાસભ્ય મહેશ કસવાલાની જનસભામાં , વિકાસ માટે જનસમર્થન ઊમટ્યું


સાવરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલા એ ઉપસ્થિત જનસમૂહને સંબોધતા જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત અને વિકાસલક્ષી નેતૃત્વ અનિવાર્ય છે. તેમણે શહેરના વિકાસ માટે ચાલી રહેલા અને આગામી આયોજન અંગે પણ માહિતી આપી હતી.
ધારાસભ્ય એ  તમામ શહેરવાસીઓને અપીલ કરી હતી કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય બહુમતિથી વિજયી બનાવી શહેરના વિકાસને નવી દિશા આપે.
જનસભામાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક સમર્થન વ્યક્ત કરી વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.
આ જનસભામાં શહેરવાસીઓ, કાર્યકર્તાઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહમય અને ઉર્જાવાન બની ગયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!