સત્ય વિચાર દૈનિક

આતરસુંબાને મળી ATMની ભેટ,  ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે આતરસુંબા KDCC બેંકના ATMનું ઉદ્ઘાટન

આતરસુંબાને મળી ATMની ભેટ,  ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે આતરસુંબા KDCC બેંકના ATMનું ઉદ્ઘાટન


જયદીપ દરજી
હરીશ જોશી
કપડવંજ

કપડવંજ તાલુકાના આતરસુંબા વિસ્તારના રહીશો અને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (KDCC) ના ગ્રાહકો માટે સુવિધાના નવા દ્વાર ખૂલ્યા છે. બેંક દ્વારા ગ્રાહકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી આતરસુંબા ખાતે નવીન ATM યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે.


આ નવનિર્મિત ATM યુનિટનું ઉદ્ઘાટન કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આ સુવિધાને આતરસુંબાના વિકાસમાં એક મહત્વનું સોપાન ગણાવ્યું હતું.અત્યાર સુધી આતરસુંબા વિસ્તારના લોકોને નાણાંકીય વ્યવહાર કે રોકડ ઉપાડવા માટે દૂર સુધી જવું પડતું હતું. પરંતુ હવે ગામમાં જ ATMની સુવિધા ઉપલબ્ધ થતા બેંકિંગ સેવાઓ વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત બનશે. ખાસ કરીને વેપારીઓ અને સામાન્ય નાગરિકોને સમયની બચત થશે.

આ ઉદ્ઘાટન પ્રસંગે અનેક સહકારી અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.જેમાં રાજેશ ઝાલા (ધારાસભ્ય, કપડવંજ), જીતેન્દ્ર પટેલ (ડિરેક્ટર, KDCC બેંક), મધુબેન પટેલ (ડિરેક્ટર, KDCC બેંક),જયેશ પટેલ (સહકારી આગેવાન) નિલેશ પટેલ (પૂર્વ ચેરમેન, APMC)ગણપતસિંહ રાઠોડ (પૂર્વ પ્રમુખ) સુનિલ પંચાલ (મહામંત્રી), મૂળરાજસિંહ સોલંકી , રાજેશ શર્મા ઉપરાંત સ્થાનિક સરપંચ, અન્ય અગ્રણીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો અને બેંકનો સ્ટાફ હાજર રહ્યો હતો. સહકારી ક્ષેત્રે KDCC બેંકનો આ પ્રયાસ છેવાડાના માનવી સુધી આધુનિક બેંકિંગ સુવિધાઓ પહોંચાડવા માટેનું એક સરાહનીય કદમ માનવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!