સત્ય વિચાર દૈનિક

ખેડા જિલ્લામાં ભાજપનો મોટો નિર્ણય: કપડવંજના ૧૫ કાર્યકરો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

ખેડા જિલ્લામાં ભાજપનો મોટો નિર્ણય: કપડવંજના ૧૫ કાર્યકરો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ


અહેવાલ – જયદીપ દરજી


ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ સંગઠનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ  નયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કપડવંજના ૧૫ કાર્યકરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર જાહેરનામામાં જણાવાયું છે.

પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, આ કાર્યકરો લાંબા સમયથી સંગઠનના નિયમો અને શિસ્તના ભંગમાં સંકળાયેલા હોવાનું ધ્યાનમાં આવતા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે શિસ્ત અને સંગઠનના હિતને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે અને કોઈપણ પ્રકારની વિરોધી પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે.

સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોમાં નીતિનકુમાર કનૈયાલાલ શાહ (પૂર્વ દંડક, નગરપાલિકા), મોન્ટુ ભગવતીપ્રસાદ ભટ્ટ (સક્રિય સભ્ય, પૂર્વ કો ઓર્ડીનેટર ITSM ખેડા ભાજપ), નયનકુમાર વિનુભાઈ પટેલ ( મહા મંત્રી ભાજપ શહેર સંગઠન), મીનાબેન પ્રગ્નેશભાઈ સોની( સક્રીય સભ્ય), અલ્પેશ ભૂદરભાઈ પંડ્યા( પૂર્વ કારોબારી ચેરમેન, નગરપાલિકા), હર્ષ મનીષભાઈ શર્મા( શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ),  સક્રીય સભ્યોમાં નીલ નીતેશભાઈ શાહ, નિલેશ રમેશભાઈ પંચાલ, બીનાબેન નીતેશભાઈ શાહ  જય વિનોદભાઈ શાહ,નેહાબેન નયનકુમાર પટેલ, વિનોદભાઈ રાવજીભાઈ માજીરાણા,ફિરોઝખાન ફરીદખાન પઠાણ,સંજયકુમાર કિશોરભાઈ ચૌહાણ, આકાશકુમાર સુકાજી ભીલનો સમાવેશ થાય છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ સંગઠનની શિસ્ત જાળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. આ નિર્ણયને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!