સત્ય વિચાર દૈનિક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડાસાના સાકરિયા હનુમાન મંદિરના ત્રિ- મહોત્સવના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડાસાના સાકરિયા હનુમાન મંદિરના ત્રિ- મહોત્સવના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેશે


જગદિશ પ્રજાપતિ , અરવલ્લી


ગુજરાતના એક માત્ર સુતેલા હનુમાન મંદિરના ત્રિ-દિવસીય મહોત્સવની ઉજવણી માટે હનુમાન ભક્તોમાં અનેરો ઉત્સાહ

સમગ્ર દેશમાં માત્ર બે જ સ્થળે સુતેલા હનુમાનજીની મૂર્તિઓ સ્થાપેલ છે જેમાં એક અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરને અડીને આવેલ સાકરીયા ભીડ ભંજન હનુમાન મંદિર અને બીજી ઇલાહબાદમાં ત્રિવેણી સંગમ ખાતે હનુમાન દાદાની મૂર્તિની પૂજા થાય છે.ત્યારે સાકરિયા હનુમાનજી મંદિર 22 એપ્રિલથી શરૂ થનાર ત્રિ-દિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવનાર હોવાથી હનુમાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા તાડામાર તૈયારીઓ હાથધરી ભક્તોને મોટી સંખ્યામાં ત્રિ-દિવસીય મહોત્સવનો લાભ લેવા આહવાન કર્યું હતું

શ્રી ભીડભંજન વિકાસ ટ્રસ્ટ સાકરિયા ધામ ધ્વારા પત્રકાર પરિષદ યોજી ત્રિ-દિવસીય મહોત્સવની રૂપરેખા આપવામાં આવી હતી જેમાં ભીડ ભંજન હનુમાન મંદિરમાં આગામી 22,23,24 એપ્રિલ ના રોજ જીર્ણોધાર, મારૂતિ યાગ, તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે તદુપરાંત ગીરના સુપ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવી નો ભવ્ય કાર્યક્રમ યોજાશે સાથે સત્સંગ પ્રવચન અને હનુમંત ચરિત્ર પરમ પૂજ્ય જીગ્નેશ દાદા ધ્વારા કાર્યક્રમ નું આયોજન  કરવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!