હિંમતનગર,
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, હિંમતનગર આયોજિત 70મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) ના ઉપક્રમે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા (અંડર-14) માં ગ્રોમોર ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સ, હિંમતનગરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય અને ટીમભાવનાનું પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ વિજેતા બની શાળા તેમજ સમગ્ર ગ્રોમોર પરિવારનું ગૌરવ વધાર્યું છે.
વિદ્યાર્થીઓએ સમગ્ર સ્પર્ધા દરમિયાન શિસ્ત, સંકલન અને આત્મવિશ્વાસ સાથે રમતા ઉત્તમ દેખાવ કર્યો હતો. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અનિલ રોહિત, રમતગમતના કોચ જગતસિંહ ઝાલા, સહયોગી ટીમ તેમજ શિક્ષણ ગણ અને વાલીઓએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે અને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.


