સત્ય વિચાર દૈનિક

મહુધા તાલુકામાં ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી – આવતીકાલે મતદાન

મહુધા તાલુકામાં ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી – આવતીકાલે મતદાન



તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા


મહુધા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે મતદાન યોજાવાનું હોવાથી, તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શી મતદાન સુનિશ્ચિત કરવા માટે EVMની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

મહુધા નગરપાલિકા વિસ્તારમાં પેટાચૂંટણી માટે ત્રણ મતદાન મથકો કાર્યરત રહેશે. મહુધા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી વડથલ બેઠક બિનહરીફ જાહેર થતાં, બાકીની 17 બેઠકો માટે મતદાન થશે. આ માટે તાલુકામાં 111 મતદાન બૂથ તૈયાર કરાયા છે, જેમાં 14 સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે.

તાલુકા પંચાયતની 17 બેઠકો પૈકી 9 બેઠકો મામલતદાર હેઠળ અને 8 બેઠકો તાલુકા વિકાસ અધિકારી હેઠળ છે. આ ઉપરાંત, મહુધામાં જિલ્લા પંચાયતની વડથલ, અલીણા અને ઉંદરા એમ ત્રણ બેઠકો પર પણ મતદાન યોજાશે, જે જિલ્લા રજિસ્ટ્રાર હેઠળ છે. આવતીકાલે કુલ 89,583 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 45,987 પુરુષ અને 43,595 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં એક DYSP, એક PI, બે PSI, 88 પોલીસ કર્મચારીઓ, 55 GRD જવાનો અને 50 હોમગાર્ડ જવાનો મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ખડેપગે હાજર રહેશે. વધારામાં, એક Qrt ટીમ પણ હાજર રહેશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 6 મોબાઈલ રૂટ અને 11 બોડીવોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ વ્યવસ્થામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!