અહેવાલ – જયદીપ દરજી અને હરીશ જોશી , કપડવંજ
કપડવંજ:
કપડવંજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં વોર્ડ નં. 1 માં ભાજપનો વિજયી રથ આગળ વધ્યો છે. આ વોર્ડની કુલ 4 બેઠકોમાંથી 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે.
વોર્ડ નં. 1 ના વિજેતા ઉમેદવારોની યાદી:
- અર્પિતાબેન જીગ્નેશભાઈ મકવાણા (ભાજપ)
- અંજુમન જફરુલ્લાખાન પઠાણ (ભાજપ)
- રફિકભાઈ મહંમદભાઈ શેખ (ભાજપ)
- ઐયુબભાઈ ઈસ્માઈલભાઈ કારીગર (અપક્ષ)
ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરતા જણાય છે કે, ભાજપે આ વોર્ડમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. જોકે, ઐયુબભાઈ કારીગરે અપક્ષ તરીકે વિજય મેળવીને ભાજપની પેનલ તોડવામાં સફળતા મેળવી છે. વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

