સત્ય વિચાર દૈનિક

કપડવંજ કોર્ટે રૂ.૧ કરોડની ઉચાપત કેસમાં પોસ્ટ માસ્ટરને સાત વર્ષની કેદ તથા ટપાલીને પાંચ વર્ષની કેદની સજા ફટકારી

હરીશ જોશી, કપડવંજ

કપડવંજના તોરણા પોસ્ટ ઓફિસના તત્કાલિન પોસ્ટ માસ્ટર અને ટપાલી દ્વારા પોસ્ટ ઓફિસના ખાતેદારોના ખાતાઓમાંથી ખોટી સહીઓ કરીને રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે એક કરોડથી વધુની ઉચાપત મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં કપડવંજની અદાલત દ્વારા પોસ્ટ માસ્ટરને સાત વર્ષ તથા ટપાલીને પાંચ વર્ષની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.કપડવંજના તોરણા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર રમીઝ મહંમદશફી શેખ (રહે.કપડવંજ) અને ટપાલી મોહંમદ ઈકરામ સલીમભાઈ શેખ (રહે.કપડવંજ)એ ફરજ દરમિયાન ખાતેદારોના પોસ્ટ ઓફીસમાં મૂકેલ જુદી જુદી રોકડ રકમો દસ્તાવેજો પર ખોટી સહી કરી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી તા.૧૧ મે ૨૦૨૨ દરમિયાન ઉચાપત કરી હતી. ખાતેદારોના સેવિંગ તેમજ રીકરીંગ ખાતામાંથી ખોટા હિસાબો કરી અલગ અલગ તારીખે રૂ. ૧૬.૧૪ લાખની કાયમી ઉચાપત કરી, રૂ. ૧૩.૨૯ લાખની હંગામી ઉચાપત તથા હાથ પરની પોસ્ટ ઓફિસની કુલ રોકડ રૂ. ૬૭ લાખની કાયમી ઉચાપત કરી રીકરીંગ ડીપોઝીટ ખાતાઓમાંથી ગ્રાહકોની ખોટી સહીઓ કરી રૂ. ૧૭.૪૭ લાખ મળી કુલ રૂ. એક કરોડ ઉપરાંતની ગેરરીતિ આચરી હતી. જે મામલે પોસ્ટ ઓફિસના ઈન્સ્પેક્ટર દિપકભાઈ નટવરભાઈ પ્રજાપતિ બંને વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસ મથકે ૨૦૨૨માં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કપડવંજના એડી.ચીફ જ્યુડી.મેજી. એમ.આર.શુક્લાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડી.બી.ચૌહાણે રજૂ કરેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને તથા દલીલોને અદાલતે ધ્યાને લીધા હતા. અને રમીઝ મહંમદશફી શેખને ઈપીકો કલમ ૪૦૯ના ગુનામાં ૭ વર્ષની સજા ૨૫ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા મોહંમદ ઈકરામ સલીમભાઈ શેખને પાંચ વર્ષની કેદ, ૨૫ હજારનો દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.પોસ્ટ ઓફીસના ખાતેદારોના ખાતામાંથી ખોટી સહીઓ કરીને રૂપિયા ઉપાડી લીધા હતા.આ મામલે એક કરોડથી વધુની ઉચાપત મામલે ફરિયાદ નોંધાઈ હતી.આ કેસમાં કપડવંજની અદાલત દ્વારાપોસ્ટ માસ્ટરને સાત વર્ષ સજા ફટકારતો ચુકાદો આપ્યોટપાલીને પાંચ વર્ષ સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!