કપડવંજમાં અમૂલ ડેરી સામે બે કાર ધડાકાભેર અથડાઈ: ઘટનાસ્થળે ગરમાગરમી

કપડવંજમાં અમૂલ ડેરી સામે બે કાર ધડાકાભેર અથડાઈ: ઘટનાસ્થળે ગરમાગરમી


અહેવાલ – જયદીપ દરજી, કપડવંજ


મારુતિ ફ્રોન્ક્સ અને બ્રેઝા કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ફ્રોન્ક્સ કારને ભારે નુકસાન


અકસ્માત બાદ લોકોનાં ટોળાં એકત્ર થતાં માહોલ તંગ બન્યો, કપડવંજ ટાઉન પોલીસે દોડી જઈ મામલો થાળે પાડ્યો

કપડવંજ શહેરના ચિલિંગ સેન્ટર વિસ્તારમાં આવેલી અમૂલ ડેરી સામે આજે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં અફરાતફરી અને ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. મારુતિ સુઝુકીની ફ્રોન્ક્સ અને બ્રેઝા કાર વચ્ચે થયેલી આ ટક્કરમાં ફ્રોન્ક્સ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.
મળતી વિગતો અનુસાર, કપડવંજના ચિલિંગ સેન્ટર નજીક અમૂલ ડેરી સામેના માર્ગ પરથી પસાર થઈ રહેલી મારુતિ ફ્રોન્ક્સ અને બ્રેઝા કાર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના રહીશો અને રાહદારીઓનાં ટોળાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયાં હતાં. અકસ્માતને પગલે બંને પક્ષે બોલાચાલી થતાં થોડા સમય માટે સ્થળ પર તંગદિલી અને ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ કપડવંજ ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે એકત્ર થયેલા ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને અકસ્માત અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!