સત્ય વિચાર દૈનિક

કપડવંજ શહેર યુવા મોરચાના હોદ્દેદારોની વરણી કરાઈ

જયદીપ દરજી ,હરીશ જોશી કપડવંજ

ખેડા જિલ્લા ભાજપ દ્વારા આગામી સમયના સંગઠનલક્ષી કાર્યોને વેગ આપવા માટે કપડવંજ શહેર યુવા મોરચાના નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. પક્ષના પાયાના કાર્યકરોની સક્રિયતાને ધ્યાને રાખીને આ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, કપડવંજ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે રીતુલ તલાટીની પસંદગી કરવામાં આવી છે. આ સાથે સંગઠનને મજબૂત બનાવવા માટે બે મહામંત્રીઓની પણ નિમણૂક કરાઈ છે, જેમાં અંકિત યાદવ અને તેજસ કંસારાનો સમાવેશ થાય છે.
નવનિર્વિત હોદ્દેદારોની વરણીને કપડવંજ શહેર ભાજપના કાર્યકરો અને આગેવાનોએ આવકારી છે. યુવા મોરચામાં થયેલી આ નિમણૂકોથી શહેરમાં પક્ષની કામગીરી વધુ ગતિશીલ બનશે અને યુવા મતદારો સુધી પહોંચવામાં સરળતા રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. વરણી બાદ તમામ હોદ્દેદારો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

કપડવંજ શહેર ભાજપ યુવા મોરચો પ્રમુખ , રીતુલ તલાટી
કપડવંજ શહેર ભાજપ યુવા મોરચો મહામંત્રી, અંકિત યાદવ
કપડવંજ શહેર ભાજપ યુવા મોરચો ,મહામંત્રી તેજસ કંસારા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!