રાજ્યમાં ભ્રષ્ટાચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલઆંખ કરી છે. ગાંધીનગરના ઉધોગ ભવન ખાતે ફરજ બજાવતા આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ રૂ. ૫૦,૦૦૦/- ની મસમોટી લાંચ લેતા ઝડપાયા છે. જ્યારે અન્ય એક સંવેદનશીલ કિસ્સામાં, જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે કરાર આધારિત ફરજ બજાવતા ઓર્થોપેડીક સર્જન ડૉક્ટર ચિંતન સ્નેહલભાઇ શાહ રૂ. ૩૦૦૦/- ની લાંચ લેતા હોસ્પિટલ પરિસરમાંથી જ રંગેહાથ પકડાયા છે.
ગરીબ દર્દીઓ અને સામાન્ય જનતા પાસેથી સત્તાનો દુરુપયોગ કરી રૂપિયા ખંખેરતા આવા તબીબો અને અધિકારીઓ વિરુદ્ધ એસીબીએ કાયદેસરનો ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાઉપરી સફળ ટ્રેપથી લાંચિયા બાબુઓ અને સરકારી કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આણંદ ખાતે કરાર આધારિત ફરજ બજાવતા ઓર્થોપેડીક સર્જન ડૉક્ટર ચિંતન સ્નેહલભાઇ શાહ ૩૦૦૦/ રૂ.ની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગરના ઉધોગ ભવન ખાતે ફરજ બજાવતા આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ રૂ. ૫૦,૦૦૦/- ની મસમોટી લાંચ લેતા ઝડપાયા

