અરવલ્લી જીલ્લાના બાયડના વાસણીરેલ ગામમાં થયું કથિત પાવર ઓફ એટર્ની જમીન કૌભાંડ
ગુજરાતનો અજાયબ કિસ્સો: આત્માઓ પણ જમીન વેચવા બાયડની સબ-રજિસ્ટ્રાર કચેરીએ લાઈનમાં ઊભી રહે છે!
વિજ્ઞાન હારી ગયું, કાયદો થાકી ગયો, પણ ભૂમાફિયાઓ અને સરકારી બાબુઓનો ‘ચમત્કાર’ જીતી ગયો!
૫૩ વર્ષ પહેલાં સ્વર્ગે સિધાવેલા ખેડૂત ‘જીવતા’ થયા, કરોડોની જમીન સગેવગે કરવા ખેલાયો નકલી ખેલ!👇🏻
ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાં એક એવો અલૌકિક અને ચમત્કાર થયો છે, જે સાંભળીને ન્યૂટન, આઈન્સ્ટાઈન અને દુનિયાભરના વૈજ્ઞાનિકો નવેસરથી સંશોધન કરવા બેસી જશે. કદાચ ભારત અને વિશ્વના ઇતિહાસમાં આ પહેલો એવો કિસ્સો હશે જ્યાં કોઈ વ્યક્તિ મરી ગયાના ૫૩ વર્ષ પછી સ્વર્ગમાંથી સ્પેશિયલ રજા લઈને બાયડની સબ-રજિસ્ટ્રાર કચેરીએ પાવર ઓફ એટર્ની કરવા આવી હોય!
ગુજરાતમાં ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ તંત્રની મિલીભગતની પરાકાષ્ઠા જુઓ! : ગુજરાતમાં જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ કેટલા બેફામ બન્યા છે અને સરકારી તંત્ર કઈ હદે ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે તેનો જીવતો-જાગતો પુરાવો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીનના વ્યવહારમાં સામે આવ્યો છે. વાસણીરેલ ગામના મૂળ ખાતેદાર ખેડૂત, જેઓ આજથી ૫૩ વર્ષ પહેલાં સ્વર્ગવાસ પામ્યા હતા, તેમને ભૂમાફિયાઓએ સરકારી બાબુઓની સાંઠગાંઠથી કાગળ પર ‘જીવતા’ કરી, તેમના નામે ખોટા આઈડી ઊભા કરી કરોડોની જમીનની પાવર ઓફ એટર્ની પણ કરાવી લીધી હોવાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે.
૧. મૂળ જમીન અને ખાતેદારની વિગતો
⛔મૂળ ખાતેદાર ખેડૂત: છગનભાઈ જીવણભાઈ પટેલ.
⛔સ્થાન: મોજે: વાસણીરેલ , તાલુકો: બાયડ, જિલ્લો: અરવલ્લી (જૂનો જિલ્લો: સાબરકાંઠા).
🧾📌જમીન રેકોર્ડ (ગામ નમૂનો ૭ અને ૮-અ):
💡ઐતિહાસિક માલિકી: સરકારી મહેસૂલી રેકોર્ડ અનુસાર આ જમીન વર્ષ ૧૯૫૦ થી છગનભાઈ જીવણભાઈ પટેલના નામે ચાલે છે.
⏳ ૨. ઘટનાક્રમ અને વિરોધાભાસી સમયરેખા (Chronology)
📌🧾૧૪/૦૧/૧૯૭૨ (મૂળ ખાતેદારનું અવસાન): મૂળ માલિક છગનભાઈ જીવણભાઈ પટેલનું આશરે ૭૦ વર્ષની ઉંમરે અવસાન થયું. મરણની નોંધણી કપડવંજ નગરપાલિકાના મરણ રજિસ્ટરના ભાગ-૩ માં ફોર્મ-૮ મુજબ સત્તાવાર રીતે થયેલી છે.
📌🧾૨૯/૦૯/૨૦૧૦ (ભારતમાં આધારની શરૂઆત): ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા દેશમાં સૌપ્રથમ વખત આધાર નંબર જારી કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી. (1972 ના મૃત વ્યક્તિનું આધાર આવ્યું કઈ રીતે ?)
📌💳૦૫/૦૪/૨૦૨૫ (બેંક ચેકની તારીખ): દસ્તાવેજના પેમેન્ટ પેટે ખરીદનારના (દિનેશભાઈ નાથાભાઈ પટેલ) અમદાવાદ ખાતામાંથી ચેકો ઇસ્યુ કરવામાં આવ્યા.
📌💳૦૮/૦૪/૨૦૨૫ (કથિત રજિસ્ટ્રેશન): મૂળ ખાતેદારના અવસાનના ૫૩ વર્ષ પછી, સબ-રજિસ્ટ્રાર કચેરી બાયડ ખાતે મૃતક છગનભાઈ જીવણભાઈ પટેલના નામે પાવર ઓફ એટર્ની(મુખત્યારનામું) અને વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ (નંબર: BYD-1178/2025) કરવામાં આવ્યો.
🪪 ૩. કાનૂની પુરાવા અને ઓળખપત્રોની વિસંગતતાઓ
નકલી આધાર કાર્ડની વિગત: દસ્તાવેજ વખતે રજૂ કરાયેલા કથિત છગનભાઈ જીવણભાઈ પટેલના આધાર કાર્ડ (નંબર: 5707 5117 9964) માં જન્મ તારીખ ૦૧/૦૧/૧૯૭૧ દર્શાવેલી છે.
🐾જન્મ-માલિકીનો વિરોધાભાસ: આધાર કાર્ડની જન્મતારીખ (1/1/1971) અને મહેસૂલી રેકોર્ડ (૧૯૫૦ થી માલિકી) સરખાવતા, કથિત વ્યક્તિ પોતાના જન્મના ૨૧ વર્ષ પહેલાંથી જમીનનો માલિક દર્શાવવામાં આવ્યો છે.🐾
(સરકારી રેકોર્ડ મુજબ જમીન ૧૯૫૦ થી છગનભાઈની છે. આનો અર્થ એ થયો કે કાગળ પર ઊભા કરાયેલા છગનભાઈ પોતાના જન્મના ૨૧ વર્ષ પહેલાંથી જમીન ધરાવતા હતા, જે તદ્દન અશક્ય છે.)
🗒️પેઢીગત ઉંમરનો વિરોધાભાસ: મૂળ ખાતેદાર છગનભાઈના સીધી લીટીના હયાત પ્રપૌત્ર (ત્રીજી પેઢીના વારસદાર) રાજુભાઈ વિઠ્ઠલભાઈની વર્તમાન ઉંમર ૬૨ વર્ષ છે. જ્યારે વર્ષ ૨૦૨૫ ના વેચાણ દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની આપનાર ‘દાદા’ છગનભાઈની ઉંમર આધાર કાર્ડના આધારે માત્ર ૫૪ વર્ષ થાય છે.
(દાદાની ઉંમર આધાર કાર્ડના આધારે (૧૯૭૧ થી ૨૦૨૫) માત્ર ૫૪ વર્ષ થાય છે! કુદરતના નિયમ વિરુદ્ધ અહીં દાદા પોતાના પૌત્ર કરતાં ૮ વર્ષ નાના દર્શાવવામાં આવ્યા છે.)
📄સાચા વારસદારોની સ્થિતિ: મૂળ ખાતેદાર છગનભાઈના બે પુત્રો વિઠ્ઠલભાઈ છગનભાઈ પટેલ અને શંકરભાઇ છગનભાઇ પટેલ હાલ હયાત નથી, પરંતુ તેમના સંતાનો (કાયદેસરના વારસદારો) હયાત હોવા છતાં વારસાઈ પેઢીનામું રેકોર્ડ પર લેવાયું નથી.
📢નકલી(કે ઊભા કરેલ) ખેડૂતની ઓળખ: તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૂળ માલિક છગનભાઈ તરીકે ઊભા રાખવામાં આવેલા શખ્સ હકીકતમાં ઠાકોર મહોતજી વરસંગજી (જન્મ: ૦૧/૦૧/૧૯૭૧) છે.
🌪️ભૂમાફિયાઓએ જે નવું ‘અવતારી આધારકાર્ડ’ બનાવડાવ્યું, તેમાં છગનભાઈની જન્મતારીખ લખી: ૦૧/૦૧/૧૯૭૧! એટલે કે, જન્મે છે ૧૯૭૧ માં અને મરી જાય છે ૧૯૭૨ માં! માત્ર ૧ વર્ષના આ ‘બાળક છગનભાઈએ’ ૧૯૫૦ થી જમીનની માલિકી પણ મેળવી લીધી હતી! ટાઈમ ટ્રાવેલની આવી અદ્ભુત ક્ષમતા માત્ર આપણા ભૂમાફિયાઓ પાસે જ હોઈ શકે.
🌪️આધારકાર્ડની શરૂઆત ભારતમાં ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૦ થી થઈ. હવે કરોડો રૂપિયાનો સવાલ એ છે કે, જે માણસ ૧૯૭૨ માં પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો, તેનું ૨૦૧૦ પછી આધારકાર્ડ નીકળ્યું કઈ રીતે? ચાલો માની લઈએ કે નીકળ્યું, તો સબ-રજિસ્ટ્રાર કચેરી બાયડના એરકન્ડિશન્ડ રૂમમાં ૦૮/૦૪/૨૦૨૫ ના ધોમધખતા તાપમાં એ આત્માનું બાયોમેટ્રિક વેરિફિકેશન થયું કઈ રીતે ?
🩻 શું આત્માના અંગૂઠાની રેખાઓ પણ કમ્પ્યુટર સ્કેન કરી શકે છે? જો બાયડના સબ-રજિસ્ટ્રાર પાસે ભૂત કે આત્માનું બાયોમેટ્રિક વેરીફાઈ કરવાની આવી શક્તિ હોય, તો ગુજરાતના મુખ્યમંત્રી, મહેસૂલમંત્રી અને વિજ્ઞાન જાથાએ ભેગા મળીને આ સબ-રજિસ્ટ્રાર સાહેબને ‘નોબેલ પારિતોષિક’ એનાયત કરવું જોઈએ!🏆
👥 ૪. વ્યવહારના પક્ષકારો અને સાક્ષીઓ
જમીન ખરીદનાર (Beneficiary): દિનેશભાઈ નાથાભાઈ પટેલ, રહેવાસી: અમદાવાદ.
⛔દસ્તાવેજના સાક્ષીઓ:
જગદીશસિંહ બાબુલાલ પરમાર (રહે. કાલસાર, તાલુકો: ઠાસરા).
ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી (રહે. બીબીનીવાવા, તાલુકો: બાયડ).
(નોંધ: આ બંને મહાશયોને વાસણીરેલ ગામ સાથે કોઈ નાહવા-નિચોવવાનો સંબંધ નથી,સ્થાનિક રહેવાસી કે ખાતેદાર પણ નથી છતાં આત્માને ઓળખવા છેક કચેરી સુધી દોડી આવ્યા!)
💰 ૫. નાણાકીય વ્યવહાર (અવેજની વિગતો)
બેંક અને બ્રાન્ચ: ધી કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, ઓઢવ રોડ બ્રાન્ચ, અમદાવાદ.
ખાતા નંબર: 124004001001764
(ખાતાધારક: દિનેશભાઈ નાથાભાઈ પટેલ).
💳ઇસ્યુ કરાયેલા ચેકો:
ચેક નંબર: 000084 – રકમ: ₹ ૫,૨૫,૦૦૦/-
ચેક નંબર: 000085 – રકમ: ₹ ૫,૨૫,૦૦૦/-
💸કુલ અવેજ રકમ: પાવર ઓફ એટર્ની અને દસ્તાવેજની વિગતો મુજબ કુલ ₹ ૨૦,૬૦,૦૦૦/- ના ચેકો રજૂ થયેલા છે.
⚠️ સૌથી ગંભીર નાણાકીય સવાલ: આ તમામ ચેકો કઈ બેંકમાં વટાવવામાં આવ્યા? શું ભૂમાફિયાઓએ મૃત વ્યક્તિના નામે નકલી આઈડીના આધારે નવું બેંક ખાતું પણ ખોલાવી દીધું હતું? આ બાબત સીધી બેંકિંગ ફ્રોડ અને મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ગુનો બને છે.આ નાણાં કયા શંકાસ્પદ બેંક ખાતામાં ટ્રાન્સફર થયા તે ફોરેન્સિક તપાસનો વિષય છે.
____
૬. ⛔મારા અંદાજે સંભવીત “મોડસ ઓપરેન્ડી” (કૌભાંડ આચરવાની પદ્ધતિ)⛔
📄તપાસ અને દસ્તાવેજોના આધારે આ સિન્ડિકેટે નીચે મુજબની ચતુરાઈપૂર્વકની પદ્ધતિ (Modus Operandi) અપનાવી હોઈ શકે.👇🏻
🧑🏻🌾 બોગસ ખેડૂતની ગોઠવણ: છગનભાઈ જીવણભાઈ પટેલના નામે જે વ્યક્તિને રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરાઈ, તે વાસ્તવમાં ઠાકોર મહોતજી વરસંગજી (જન્મ: ૦૧/૦૧/૧૯૭૧, પાન કાર્ડ નંબર: ADCPZ6533H) હોવાનું તેમના અંગત ઓળખપત્રોના આધારે સાબિત થાય છે.
👥ભાડૂતી સાક્ષીઓની ગોઠવણ: કાયદા મુજબ જમીન જે ગામની હોય તે ગામના અથવા આસપાસના સ્થાનિક ખાતેદારો સાક્ષી તરીકે હોવા જોઈએ. પરંતુ આ દસ્તાવેજમાં સાક્ષી તરીકે:
👤જગદીશસિંહ બાબુલાલ પરમાર (રહેવાસી: કાલસાર, તાલુકો: ઠાસરા, જિલ્લો: ખેડા)
👤ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી (રહેવાસી: બીબીનવાવા, તાલુકો: બાયડ)
🫂આ બંને સાક્ષીઓને વાસણીરેલ ગામ કે જમીનના મૂળ માલિક સાથે કોઈ સંબંધ નથી.
⚖️ ૭. સરકારી તંત્ર અને અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા
આ સ્તરનું આયોજિત મહાકૌભાંડ સરકારી કચેરીના અધિકારીઓની સીધી મિલીભગત વગર શક્ય જ નથી:
૧. સબ-રજિસ્ટ્રાર (બાયડ): ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરતી વખતે જન્મ-મરણના વર્ષો અને જમીન માલિકીના વર્ષોનો તફાવત સોફ્ટવેર તેમજ અધિકારીની ચકાસણીમાં કેમ ન પકડાયો? વારસાઈ પેઢીનામું ન હોવા છતાં સીધો વેચાણ દસ્તાવેજ કઈ રીતે સ્વીકારવામાં આવ્યો?
૨. નોટરી અને સ્ટેમ્પ વેન્ડર: જે પાવર ઓફ એટર્ની (મુખત્યારનામું) ના આધારે આ ખેલ રચાયો, તે પાવર નોટરાઈઝ્ડ કરતી વખતે નોટરી અધિકારીએ અસલી માલિકની ભૌતિક હાજરી કે ઓળખપત્રોની ખરાઈ કેમ ન કરી?
૩. મુખ્ય સૂત્રધારની લિંક: સૂત્રો અને સ્થાનિક તપાસના આધારે, ડેમાઈ દાનપુર પંથકના કથિત મુખ્ય સૂત્રધારે આ જ મોડસ ઓપરેન્ડીથી આજુબાજુના વિસ્તારોમાં આશરે ૩૦ જેટલા બોગસ ખેડૂતો ઊભા કરી કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડી હોવાની પ્રબળ આશંકા છે.
🛑આ કેસ માત્ર દીવાની (Civil) વિવાદ નથી, પરંતુ આ IPC/BNS હેઠળ ઓળખ બદલવી (Cheating by Personation), નકલી દસ્તાવેજો બનાવવા (Forgery of Valuable Security), ખોટા દસ્તાવેજો સાચા તરીકે વાપરવા અને સંગઠિત ગુનાહિત કાવતરું (Criminal Conspiracy) ઘડવાનો સ્પષ્ટ ફોજદારી મામલો છે. આ ફેક્ટ ફાઈલના આધારે ઉચ્ચ સ્તરે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની તપાસ બેસાડવી અનિવાર્ય છે.
🛑 સરકાર અને વહીવટી તંત્રને સીધા પ્રશ્નો
❓૧. ૫૩ વર્ષ જૂના મરણના દાખલા સામે સિસ્ટમના અધિકારી કેમ ન બોલ્યા ?❓
મૂળ ખાતેદાર છગનભાઈ જીવણભાઈ પટેલનું અવસાન ૧૪/૦૧/૧૯૭૨ ના રોજ કપડવંજ ખાતે નોંધાયેલું છે. વર્ષ ૨૦૨૫ માં સબ-રજિસ્ટ્રાર કચેરી (બાયડ) ખાતે જ્યારે દસ્તાવેજ રજીસ્ટર (નં. BYD-1178/2025) થયો, ત્યારે કચેરીના કમ્પ્યુટર સોફ્ટવેર કે જવાબદાર અધિકારી દ્વારા આટલો મોટો વિરોધાભાસ કેમ પકડાયો નહીં ?
❓૨. જન્મ વર્ષ ૧૯૭૧ અને જમીનની માલિકી ૧૯૫૦ થી કઈ રીતે શક્ય ?❓
ભૂમાફિયાઓ એ રજૂ કરેલા નકલી આઈડી (આધાર કાર્ડ) માં કથિત છગનભાઈની જન્મતારીખ ૦૧/૦૧/૧૯૭૧ દર્શાવેલી છે. જ્યારે સરકારી રેકોર્ડ (૭/૧૨, ૮-અ) મુજબ આ જમીન વર્ષ ૧૯૭૦ થી છગનભાઈના નામે ચાલે છે. કોઈ વ્યક્તિ પોતાના જન્મના ૨૧ વર્ષ પહેલાંથી જમીનનો ખાતેદાર કઈ રીતે હોઈ શકે? આ ગંભીર સવાલ પર સબ રજિસ્ટ્રેશન વિભાગે કેમ આંખો મીંચી લીધી ?
❓૩. ૬૨ વર્ષના પૌત્રના દાદા દસ્તાવેજ વખતે ૫૪ વર્ષના કઈ રીતે હોય ❓
મૂળ માલિકના સીધી લીટીના હયાત પ્રપૌત્ર રાજુભાઈની વર્તમાન ઉંમર ૬૨ વર્ષ છે. જ્યારે દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની લખી આપનાર ‘દાદા’ની ઉંમર નવા આઈડી પ્રમાણે માત્ર ૫૪ વર્ષ થાય છે. કુદરત અને કાયદાના નિયમ વિરૂદ્ધ પૌત્ર કરતાં દાદા ૮ વર્ષ નાના કઈ રીતે હોઈ શકે?
❓૪. મૃત વ્યક્તિના નામે ઇસ્યુ થયેલા ૨૦ લાખ ૬૦ હજારના ચેક ક્યાં વટાવ્યા ❓
ખરીદનાર દિનેશભાઈ નાથાભાઈ પટેલે ધી કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (ઓઢવ બ્રાન્ચ, અમદાવાદ) ના જે ચેકો આપ્યા છે, તે ૫૩ વર્ષ પહેલાં ગુજરી ગયેલા છગનભાઈના નામે ઇસ્યુ થયેલા છે. આ નાણાં કયા બોગસ કે ભૂતિયા બેંક ખાતામાં જમા કે ઉધાર થયા? શું બેંકિંગ ફ્રોડ માટે પણ નકલી ખાતું ખોલવામાં આવ્યું હતું?
❓૫. કાયદેસરના વારસદારો હયાત હોવા છતાં સીધો વેચાણ દસ્તાવેજ કેમ સ્વીકારાયો ?❓
છગનભાઈના બે પુત્રો વિઠ્ઠલભાઈ અને શંકરભાઈ હાલ હયાત નથી, પણ તેમના સંતાનો (સાચા વારસદારો) હયાત છે. મહેસૂલ વિભાગના નિયમ મુજબ વારસાઈ પેઢીનામું રેકોર્ડ પર લીધા વગર સીધો વેચાણ દસ્તાવેજ સબ-રજિસ્ટ્રારે કઈ કાયદાકીય સત્તા હેઠળ નોંધી દીધો?❓
🏛️ સરકાર પાસે મજબૂત માંગણીઓ (Our Demands)
૧. તાત્કાલિક અસરથી ફોજદારી ગુનો (F.I.R.) દાખલ થાય:
જમીન ખરીદનાર દિનેશભાઈ નાથાભાઈ પટેલ, નકલી ખેડૂત બનનાર ઠાકોર મહોતજી વરસંગજી, આ કથિત મૃત આત્માના નકલી સાક્ષીઓ બનનાર જગદીશસિંહ બાબુલાલ પરમાર (ઠાસરા) અને ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી (બાયડ) સહિત મુખ્ય કથિત સૂત્રધારો સામે છેતરપિંડી, નકલી દસ્તાવેજો બનાવવા (Forgery) અને ગુનાહિત કાવતરાની કડક કલમો હેઠળ તાત્કાલિક એફ.આઈ.આર. નોંધી જેલ ભેગા કરવામાં આવે.
૨. વિવાદિત જમીનનો દસ્તાવેજ તાત્કાલિક રદ (Cancel) કરવામાં આવે:
વાસણીરેલ ગામના ખાતા નંબર ૧૨૬, સરવે નંબર ૪૧ અને ૧૩૧૩ નો આ કથિત નકલી પાવર ઓફ એટર્ની તાત્કાલિક અસરથી રદબાતલ જાહેર કરી, મહેસૂલી રેકોર્ડમાં સાચા વારસદારોના નામ ચડાવવા માટે સ્પેયલ ઓર્ડર કરવામાં આવે.
૩. મિલીભગત ધરાવતા સરકારી અધિકારીઓ સામે કડક પગલાં:
આટલી મોટી બેદરકારી અથવા મિલીભગત દાખવનાર બાયડના તત્કાલીન સબ-રજિસ્ટ્રાર, દસ્તાવેજ નોટરાઈઝ્ડ કરનાર નોટરી કમિશનર અને સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સ તાત્કાલિક રદ કરી તેમની સામે પણ ખાતાકીય અને કાનૂની તપાસ શરૂ કરીને સસ્પેન્ડ કરવામાં આવે.
૪. સમગ્ર પંથકના ૩૦ શંકાસ્પદ કેસોની ઉચ્ચ સ્તરીય SIT તપાસ:
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુખ્ય સૂત્રધારે આ વિસ્તારમાં આ જ મોડસ ઓપરેન્ડીથી આશરે ૩૦ જેટલા બોગસ ખેડૂતો ઊભા કરી કરોડોની જમીનો પચાવી પાડી છે. આથી સરકાર આ સમગ્ર કૌભાંડની તપાસ માટે SIT (Special Investigation Team) ની રચના કરે અને છેલ્લા ૩ વર્ષમાં થયેલા આવા તમામ શંકાસ્પદ દસ્તાવેજો રી-ઓપન કરી તપાસ કરે.



