સત્ય વિચાર દૈનિક

કપડવંજના રામ તલાવડી પાસે ગમખ્વાર અકસ્માત: બલેનો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર

કપડવંજના રામ તલાવડી પાસે ગમખ્વાર અકસ્માત: બલેનો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર


કપડવંજ તાલુકાના રામ તલાવડી નજીક  સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બલેનો કાર અને એક હીરો હોન્ડા મોટરસાયકલ  વચ્ચે થયેલી આ સામસામે ટક્કર થઈ હતી.. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહનોને મોટું નુકસાન થયું છે.


કપડવંજ-નીરમાલી રોડ પર રામ તલાવડી નજીક વાહનોની સામાન્ય અવરજવર હતી. એવામાં, વાદળી રંગની મારૂતિ સુઝુકી બલેનો કાર અને હીરો હોન્ડા બાઇક સાથે અથડાઈ. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બલેનો કારનો આગળનો જમણી બાજુનો ભાગ, બમ્પર, હેડલાઈટ અને ફેન્ડર સાવ તૂટી ગયેલા જોઈ શકાય છે.અથડામણની તીવ્રતાને કારણે કારની વિન્ડશીલ્ડ (આગળનો કાચ) પણ તૂટી ગઈ છે. બીજી તરફ, હીરો હોન્ડા મોટરસાયકલ પણ રોડની સાઈડમાં ગંભીર હાલતમાં પડેલી જોવા મળી હતી, જેના અલગ-અલગ ભાગો, જેમાં સીટ પણ સામેલ છે, રોડ પર વિખરાયેલા હતા.

બાઈક ચાલકને  ઈજા, પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાની સૂત્રો દ્વારા માહિતી
અકસ્માતમાં બાઈક ચાલક, કે જેની ઓળખ હજી સ્પષ્ટ થઈ નથી, તેને શરીરના થોડીક ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેથી બાઈક ચાલકને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી હતી.

અકસ્માતને પગલે રોડ પર વાહનોની લાઈનો લાગી હતી. આસપાસના લોકોના ટોળાઓ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, જેને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. કાર અને બાઈક બંને વાહનો રસ્તા પર ગંભીર હાલતમાં પડેલા હતા. લોકોમાં ગુસ્સો અને ભય જોવા મળ્યો. અવાર નવાર કપડવંજ-નિરમાલી રોડ પર વાહનોની ગતિને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!