સત્ય વિચાર દૈનિક

કપડવંજમાં કેસરીયો લહેરાયો: જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય

કપડવંજમાં કેસરીયો લહેરાયો: જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય

અહેવાલ જયદીપ દરજી હરીશ જોશી , કપડવંજ

ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ કપડવંજ તાલુકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. તાલુકાની મહત્વની ગણાતી આંબલીયારા અને અલવા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિજય પતાકા લહેરાવી છે, જેના પગલે સમગ્ર પંથકમાં કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


અલવા બેઠક: રસાકસી બાદ રૂપલબેન પટેલ વિજેતા


કપડવંજની અલવા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપલબેન દિનેશભાઈ પટેલે રસાકસીભરી જંગમાં 175 મતોની સરસાઈથી જીત હાંસલ કરી છે. પરિણામ જાહેર થતાની સાથે જ ભાજપના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જીતની ભવ્ય ઉજવણી કરી હતી.

આંબલીયારા બેઠક: મધુબેન સોલંકીની જંગી બહુમતીથી જીત
બીજી તરફ, આંબલીયારા બેઠક પર ભાજપના ઉમેદવાર મધુબેન ધૂળસિંહ સોલંકીએ વિરોધીઓને પછડાટ આપી 2,375 મતોની જંગી સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો છે. મતદારોએ ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકી ખોબલે ખોબલે મત આપતા મધુબેનનો વિજય આસાન બન્યો હતો.

જનતાએ મારા પર જે ભરોસો મૂક્યો છે, તે બદલ હું તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ વિજય કાર્યકરોની મહેનત અને પ્રજાના આશીર્વાદનું પરિણામ છે.”મધુબેન સોલંકી, વિજેતા ઉમેદવાર


બંને બેઠકો પર જીતની જાહેરાત થતા જ વિસ્તારમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી. વિજેતા ઉમેદવારોનું ફુલહાર અને અબીલ-ગુલાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રિન્ટ મીડિયાના અહેવાલો મુજબ, કપડવંજ પંથકમાં ભાજપના ગઢ વધુ મજબૂત થયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!