સત્ય વિચાર દૈનિક

ચિખલોડના ગ્રામજનોનો હુંકાર, કપડવંજમાં ન સમાવે ત્યાં સુધી બધી ચૂંટણીનો બહિષ્કાર

ચિખલોડના ગ્રામજનોનો હુંકાર, કપડવંજમાં ન સમાવે ત્યાં સુધી બધી ચૂંટણીનો બહિષ્કાર

અહેવાલ તસવીર – હરીશ જોશી, કપડવંજ

ગુજરાતના  રાજકારણમાં કદાચ પ્રથમ ઐતિહાસિક કિસ્સો હોવાનું સામે આવ્યું જેમાં તમામ રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારોએ પોતાની માંગણીને લઈને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોએ એકસંપ થઈ ઉમેદવારી પરત ખેંચી છે.જે લોકશાહીના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની હોવાની ચર્ચાઓ થઈ રહી છે.


સરપંચથી લઇને લોકસભા સુધીની તમામ ચૂંટણીઓથી અળગા રહેવા નિર્ધાર

નવરચિત ફાગવેલ તાલુકામાં ચિખલોડ ગામના ગ્રામજનો રહેવા માટે તૈયાર નથી.જેને લઈને તાલુકા પંચાયતની ચૂંટણીમાં તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે આ બેઠક ઉપર ચૂંટણી નહીં થાય.બીજા દિવસે ગ્રામજનોએ જયાં સુધી કપડવંજમાં ન સમાવે ત્યાં સુધી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો છે.


ચિખલોડ ગામના ગ્રામજનો દ્વારા કપડવંજમાં પરત સમાવેશ કરવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારાતાં રાજકીય ગરમાવો જોવામળી રહ્યો છે. ગ્રામજનોનો એક જ સૂર છે કે, જ્યાં સુધી ચિખલોડ ગામને ફરીથી કપડવંજમાં સામેલ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાગ નહીં લે. ગ્રામજનોનું કહેવું છે કે, ચિખલોડ ગામનો વર્ષોથી વેપાર- વ્યવસાય, અભ્યાસ, ખરીદ- વેચાણ, દવાખાના સહિતનો તમામ વ્યવહાર કપડવંજ સાથે જોડાયેલો રહ્યો છે. રાજ્ય સરકારે ફાગવેલ તાલુકો નવો બનાવ્યો તેનો તેઓ વિરોધ કરતા નથી, પરંતુ ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવાની તેમની માંગ છે.

ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયત, વિધાનસભા તેમજ લોક્સભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. ચિખલોડ ગામની આ માંગનો પ્રભાવ હાલ ચાલી રહેલી ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. ચિખલોડ બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ એમ કુલ ચાર મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ ચારેય ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી પત્રો સ્વેચ્છાએ પરત ખેંચી લેતા ચિખલોડ બેઠક ખાલી રહી ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!