જગદીશ પ્રજાપતિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટિસ્કી ગામે દુઃખદ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નાહવા ગયેલા એક બાળકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકને બચાવવા પ્રયાસો હાથ ધરાયા હતા.
ઘટનાની માહિતી મળતાં મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. બનાવને લઈને સમગ્ર ટિસ્કી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને પરિવારજનોમાં આક્રંદ મચી ગયો હતો.
સ્થાનિક પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તેમજ અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
- May 17, 2026
0
211
Less than a minute
You can share this post!
administrator
