સત્ય વિચાર દૈનિક

ફાગવેલ પાસે 8.44 લાખનો દારૂ ઝડપાયો, ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ એક ઝડપાયો

ફાગવેલ પાસે 8.44 લાખનો દારૂ ઝડપાયો, ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ એક ઝડપાયો


મકસુદ કારીગર, કઠલાલ

ખેડા એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કઠલાલ હાઈવે પર ફાગવેલ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઇન્દોર-અમદાવાદ હાઈવે પરથી પસાર થતી GJ-06-BT-2955 નંબરની બોલેરો પિકઅપને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલકે ગાડી ભગાવી દીધી હતી. પોલીસે તરત જ પીછો શરૂ કરી થોડા અંતરે વાહન ઝડપી લીધું હતું.

પોલીસે વાહનની તપાસ કરતાં બ્લોક પથ્થરોની આડમાં છુપાવવામાં આવેલ વિદેશી દારૂ અને બિયરના કુલ 2832 ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 8,44,800 જેટલી થાય છે. આ મામલે નડિયાદ તાલુકાના માંઘરોલી લક્ષ્મીપુરા ગામના વિજય બચુભાઈ તળપદાની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5 હજારનો મોબાઈલ અને અંદાજે રૂ. 4 લાખની ગાડી મળી કુલ રૂ. 12,50,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!